હિંસા મુક્ત વિશ્વ ની વેબસાઈટ, મોબાઈલએપ ડીઝાઇન, જાળવણી, માહિતી સંશોધન, હોસ્ટીંગ
હિંસા મુક્ત વિશ્વ ના બેનર્સ ની ડીસાઈન, પ્રિન્ટ અને અલગ અલગ સંસ્થા અને સંઘો માં પ્રદર્શન. હિંસા મુક્ત વિશ્વ માટે ના મોટી સાઈઝના હોલ્ડીંગ – જીવદયાની પ્રેરણા માટે બનાવીને મુકવા.
વિવિધ સોશિયલ મીડિયા પ્રવૃતિઓ જેમકે, વિડિઓ, ફોટો, બ્લોગ, સ્ટોરી, પ્રેરણાદાયી સુવિચારો જેવા અલગ અલગ માધ્યમો તથા તેમને અહિંસા ની પ્રેરણા મળી રહે તેવા આર્ટિકલ્સ મુકવા.
અગ્રણી બીઝનેસમેન, રાજકારણીઓ કે સેલીબ્રીટી (રમતગમત, મનોરંજન ક્ષેત્ર, સાયન્સ) જે શાકાહાર કે અહિંસા ની પ્રવુત્તિ માં વિશેષ રુચિ ધરાવે છે, તેમને જોડવા, તથા તેમના ધ્વારા “હિંસા મુક્ત વિશ્વ” અને “પ્રાર્થના ની તાકાત” ને યુથ જનરેશન સુધી લઇ જવી.
“હિંસા મુક્ત વિશ્વ” બાબતે વિવિધ સ્પર્ધા ના આયોજન કરવા અને પ્રોત્સાહિત ઇનામ અને સંભારણુ આપવું
“હિંસા મુક્ત વિશ્વ” ના સ્મૃતિ ભેટ/સોવેનીયર બનાવવા અને યોગ્ય વ્યકિત ને અર્પણ કરવા, જેમની પ્રેરણાથી હજારો/લાખો લોકોને આ વૈચારિક અભિયાન માં જોડવા.
દર વર્ષે 15000 કરોડ નિર્દોષ જીવો, કરોડો મરઘીઓ, લાખો ગાયો અને ટન માછલીઓ માર્યા જાય છે, શા માટે?
અહિંસા એ તમામ ધર્મોની કરોડરજ્જુ છે. અહિંસાના સિદ્ધાંતોની ઊંડાણમાં, શારીરિક હિંસા કરતાં ભાવનાત્મક હિંસા વધુ ખતરનાક છે. “હિંસા મુક્ત વિશ્વ” એક વૈશ્વિક અભિયાન છે, જે આદરણીય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીની પ્રેરણા અને વિચારથી શરૂ થયું છે. આ અભિયાન પાછળનું મુખ્ય કારણ સમગ્ર વિશ્વમાં પ્રાણીઓ અને મનુષ્યો પ્રત્યે વધતી ક્રૂરતા છે. ઘણા સ્થાપિત ધર્મો “પ્રાર્થના” ને શારીરિક, માનસિક અથવા આધ્યાત્મિક પડકારોને સાજા કરવાના શક્તિશાળી સાધન તરીકે જુએ છે. પ્રાર્થનાની અપાર શક્તિને જોતાં, આ કરુણાયુક્ત ચળવળ (હિંસા મુક્ત વિશ્વ) નિર્દોષ અને અસહાય પ્રાણીઓને હિંસક વેદના/અત્યાચારોથી બચાવવા માટે પ્રાર્થના કરવા માટે છે, કેન્દ્રમાં વિશ્વભરની લાખો પ્રાર્થનાઓની સંયુક્ત શક્તિ સાથે. જેમાં આપણા સામૂહિક પ્રયાસો દ્વારા અને ભગવાનની પ્રાર્થના દ્વારા સમગ્ર વિશ્વને હિંસામાંથી મુક્ત કરીને વિશ્વને અહિંસાના માર્ગે લઈ જવાનો ઉત્તમ વિચાર અને પ્રેરણા છે. આ અભિયાન દ્વારા અમે સતત દરેક જીવોમાં કરુણા પેદા કરવાનો, તેમના જીવનમાંથી હિંસક વૃત્તિનો ભાવ ધીમે ધીમે દૂર કરવાનો અને કરુણાનો ભાવ ફેલાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ. એક રીતે જીવદયા માટે પણ આ એક મોટું કાર્ય છે.
“હિંસા મુક્ત વિશ્વ ” અભિયાન એ વધારે માં વધારે લોકો સુધી પહોંચે એ માટે અને તેને પોંહચાડવા માટે “હિંસા મુક્ત વિશ્વ” અભિયાન ની વેબસાઈટ (www.vfw.life or www.violencefreeworld.com) નું અપડેટ, મેન્ટેનેન્સ, નવી ક્રેએટિવિટી, ફોટો, વિડિઓ, બ્લોગ, બેનર, સોશિઅલ પેઈડ પ્રમોશન વગેરે માટે યથાશક્તિ ફાળો આપી શકાય, જેથી આ અભિયાન અવિરત આગળ વધતું રહે અને આપણા સહુના અમૂલ્ય યોગદાન થી
આ વૈશ્વિક અભિયાન (“હિંસા મુક્ત વિશ્વ “) માં સામુહિક પુણ્યના ભાગીદાર બનીએ અને લાખો /કરોડો જીવોની શાંતિ માટે અને અભયદાન માટે નિમિત્ત બની શકીએ.