‘હિંસામુક્ત વિશ્વ’ નામની સંસ્થા જેમાં કોઈ પેપર નહી, કોઈ ઔપચારિકતા નહી.
માંસાહારનો ત્યાગ અને તેના સભ્ય તરીકે દરરોજનું ઓછામાં ઓછું માત્ર એક મિનિટનું કાર્ય — “દરરોજ એક મિનિટ માટે ભગવાનને હ્દયપૂર્વકની પ્રાર્થના કરવાની કે, .. .”આ વિશ્વને હિંસાથી મુક્ત કરો”
હિંસામુક્ત જીવનની પોતાનાથી શરૂઆત કરો. પોતાના જીવનમાંથી હિંસાને સતત ઓછી કરતા જાઓ. બીજાને અહિંસાની ભાવના આપતા જાઓ. દરેક ધર્મમાં પ્રાર્થનાને એક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર માનવામાં આવ્યું છે. શારીરિક કે માનસિક રીતે બિમાર મનુષ્યને સાજો કરવા માટે પ્રાર્થનાનું શરણું લેવામાં આવે છે. પ્રાર્થના પણ એક અમોઘ દવા છે જે શરીર અને મનને સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે. પ્રાર્થના પર કરવામાં આવેલા અભ્યાસનું એક તારણ જે બહુ મહત્વ નું નીકળ્યું એ એવું હતું કે જેને માટે પ્રાર્થના કરવામાં આવે છે અને જે વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે તે બંને વચ્ચેનું અંતર કોઈ જ મહત્વ ધરાવતું નથી. આમ પ્રાર્થનાની શક્તિ radio energy અને electro magnetic energy ને પણ ટપી ગઈ. આપણા ઋષિ મુનિઓના સમયથી ઉપરના તારણો સાબિત થયેલા જ છે.
આ ભાવનાત્મક સંસ્થા ‘હિંસામુક્ત વિશ્વ’ માં આપ પણ આ નાનકડો સંકલ્પ કરીને જોડાઓ, તથા જીવદયાની અને અહિંસાની શુભ પરિણીતી તથા શુભ પરિણામોને પામો અને તમારી શક્તિ હોય તેટલા સભ્યોને જોડો.