શાસ્ત્ર શું કહે છે?

પૃથ્વીના જીવનનો આત્માગાય સ્વરૂપમાં સર્વશક્તિમાન પરમેશ્વર પાસે ગયો અને પોતાના દુ:ખને વર્ણન કરી એક રક્ષક નિ માંગણી કરી.ત્યારે [પરમેશ્વરે મહાનગુરૂ જરથ્રુસ્ત્રને ઈરાનમાં જન્મ લઈ ગાયનો આદર સ્થાપવા મોકલ્યા.
(ઈ.પૂ.1500 વર્ષ જરથોસ્તી ધર્મગ્રંથ, યસ્ન -19)
સર્વ જીવોનું કાળજી પૂર્વક રક્ષણ કરવું. પશુઓની કતલને ઈશ્વર સૌથી ખરાબ કાર્ય માને છે. ન તો પશુઓને ખાવા , ન તો પશુઓનો શિકાર કરવો એ અમારો જરસ્થવી નેક ધર્મ છે.(જેન્દ અવેસ્તા) જે દુષ્ટ મનુષ્ય પશુઓ,ઘેટાઓ ,અન્ય ચૌપગા પ્રાણીઓ નીઅનીતિપૂર્વક હત્યા કરે છે, તેના અંગોપંગ તોડીને છિન્ન ભિન્ન કરવામાં આવશે.
(જેન્દ અવેસ્તા)