સલામ આ ખેડૂતને! 20 લાખના ખર્ચે બનાવી દીધું ખાસ પંખીઘર

સલામ આ ખેડૂતને! 20 લાખના ખર્ચે બનાવી દીધું ખાસ પંખીઘર

સલામ આ ખેડૂતને! 20 લાખના ખર્ચે બનાવી દીધું ખાસ પંખીઘર

જેતપુરનાં નવી સાંકળી ગામનાં ખેડૂતનો પંખી પ્રેમ

પંખી ઘર બનાવવા ગેલ્વેનાઈઝનાં પાઇપો અને તારનો કર્યો ઉપયોગ

2500પાકા માટલા અને કોઠાસૂઝનો કર્યો ઉપયોગ

લોકોને પરબ માટે બે પાણીનાં માટલા મુકવાના હોય તોય વિચાર કરે ત્યારે જેતપુરનાં નવી સાંકળી ગામનાં ખેડૂતે પંખીઓ માટે ૨૦ લાખના ખર્ચે 2500 માટલાનું અદ્દભૂત પંખી ઘર બનાવ્યુ છે. પંખી ઘર માટે ખેડૂતે ગેલવેનાઈઝનાં પાઇપો અને તારનો પણ ઉપયોગ કર્યો છે. જેતપુર તાલુકાના નવી સાંકળી ગામના ખેડૂત ભગવાનજીભાઈ મોહનભાઇ રૂપાપરાને વિચાર આવ્યો કે શિયાળો- ઉનાળો અને ચોમાસામાં માણસ તો પોતાની રહેવાની વ્યવસ્થા તો કરી લે છે પરંતુ અબોલ મુંગા પંખીનું કોણ? તેમને થયું કે મારે આ મુંગા અબોલ પંખીઓ માટે કંઈક કરવું જોઈએ. જેથી તેમણે પંખીનાં ઘર માટે વાડીએ બેઠા બેઠા પોતાની કોઠાસુઝ મુજબ આકર્ષક ડિઝાઇન બનાવી અને તેમનો ખર્ચ 20 લાખ જેટલો થયો.

પંખી ઘરમા તેમણે 2500પાકા માટલા જે ક્યારેય તૂટે નહીં તેવા બનાવ્યા અને ગ્રામ પંચાયત દ્વારા આપેલ પ્લોટમાં પોતાની કોઠાસુઝ મુજબ કામ આગળ વધાર્યુ. અસલ ગેલવેનાઈઝનાં બોરનાં પાઇપથી ગોળ આકારની માટલા રાખવા માટે બાઉન્ડરી બનાવી જેમાં માટલા બાંધવા માટે સ્ટીલનો વાળાનો ઉપયોગ કર્યો જે ક્યારેય તૂટે નહીં અને ચોમાસા દરમ્યાન જો વીજળી પડે તો પણ ખાસ વીજળી તાર બનાવેલ જેથી અંદર બેસેલ પંખીને કઈ થાય નહીં.

Source: https://sandesh.com/the-farmer-built-a-house-for-the-birds-at-a-cost-of-20-lakhs/