માંસાહાર V/S શાકાહાર

માંસાહાર V/S  શાકાહાર

માંસાહાર V/S શાકાહાર

માંસાહારી પ્રાણીઓના દાંત તીક્ષ્ણ હોય છે.પંજા તીક્ષ્ણ નખવાલા હોય છે.જયારે શાકાહારી પ્રાણીઓના દાંત ચપટી દાઢવાલા હોય છે અને પંજામાં તીક્ષ્ણ નખ હોતા નથી .માંસાહારી પ્રાણીઓનું નીચલું જડબું ઉપર નીચે જ ચાલે છે જયારે શાકાહારીઓનું ચારે બાજુ માંસાહારી પ્રાણીઓની જીભ ખરબચડી હોય છે અને તે પાણી જીભથી પીવે છે .શાકાહારી પ્રાણીઓની જીભ ચીકણી હોય છે અને તે પાણી હોઠથી પીવે છે .

માંસાહારી પ્રાણીઓના પાચનતંત્રમાં હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ શાકાહારી પ્રાણીઓ કરતા દસ ગણુ હોય છે. માં .પ્રા ની લાળ એસિડિક હોય શા .પ્રા .ની લાળમાં કાર્બોહાઈડ્રેટસ પચાવી શકે એવુ રસાયણ હોય છે. માં .પ્રા .ની આંખ રાત્રે ચમકે છે જયારે શા.પ્રા .ની આંખ દિવસે જ દેખી શકે છે .

માં .પ્રા .નો અવાજ કર્કશ અને ભયંકર હોય છે શા .પ્રા આવાજ તેવો હોતો નથી. માંસાહારી પ્રાણીઓ જન્મ્યા બાદ સાત દિવસ સુધી અંધ હોય છે તે પછી તેમની દષ્ટિ ખુલ્લે છે શા .પ્રા .ને આંખની દષ્ટિ જન્મજાત પ્રાપ્ત થાય છે .

માનવીની શરીર રચના શા .પ્રા .ની શરીરરચનાને ખૂબ જ મળતી આવે છે તે પૂરવાર કરે છે કે કુદરતી રીતે માનવ શાકાહારી છે. માં પ્રાણીઓના દાંત , નખ , જડબાવગેરે માંસાહારને અનુકૂલ બને છે માંસનો આહાર વધારે સમય આંતરડામાં રહે તો સડી જાય છે અને જીવલેણ રોગો પેદા કરે છે માં પ્રા ના આંતરડા ટૂંકા હોય છે લાંબા આંતરડા વાલા મનુષ્ય માટે માંસ અસાધ્ય વ્યાધિઓનું સર્જન કરે છે .

ગાય ભેંસ ભૂખ્યા રહેશે પણ ક્યારેય માંસમાં મોંઢુ ના નાંખે કરિયાણા કે શાકભાજી જોઈને કોઇ માણસ મોંઢુ નહીં મચકોડે પણ નોનવેજની દુકાને લટકતું માંસ જોઈ ઘણાને જુગુપ્સા કે ધૃણા થાય છે .