હવે પ્રાણીઓના સંહારના આંકડા લાખો – કરોડોના થઈ ગયા. માનવજાતનો પશુસૃષ્ટિ ઉપર ભયંકર અત્યાચાર છે . એની સામે કોણ અવાજ ઉઠાવે ?
By: Mr. રમણલાલ ચી. શાહ
પોતાના આહાર માટે વર્તમાન અઘતન કતલખાનઑ દ્રારા માનવજાત રોજના કરોડો મરઘી –મરઘાં , ઘેટાઓ, ગાયો ઈત્યાદીની કતલ કરી રહી છે . ઓસ્ટ્રેલીયા અને ન્યૂઝીલેન્ડ સારી કમાણી કરવા માટે દર વર્ષે કરોડો ઘેટાઓની કતલ કરીને એનું માસ બીજા દેશોને વેચે છે . જર્મનીમાં દૂઘનું ઉત્પાદન ઘટાડવા માટે પિસ્તાલીસ લાખ ગાયોને મારી નાખવામાં આવી હતી. થોડા વખત પહેલા બ્રાજિલના રીઓ ડી જાનેરો પાસેના સમુંદ્રમાં એક કારખાનનું ઝેરી પ્રવાહી ઠાલવતાં કરોડો માછલીઑ એક જ દિવસમાં સમુદ્ર કિનારે મૃત્યુ પામી હતી.