કતલખાનામાં સીસીટીવી ફરજીયાત બનાઓSource: ગુજરાત સમાચાર, સંવેદના – મેનકા ગાંધી
સંવેદના – મેનકા ગાંધી
કતલખાનામાં સીસીટીવી ફરજીયાત બનાઓ
લાખો પ્રાણીઓની કતલ કરતા પહેલાં તેમના પર ક્રૂર અત્યાચાર ગુજારાય છે..
બ્રિટને દરેક કતલખાનામાં સીસીટીવી કેમેરા ફરજીયાત રીતે રાખવાનો મહત્વનો નિર્ણય લીધો હતો: ટ્રીપ એડવાઇઝરના મહત્વના નિર્ણયો: કતલખાનામાંના ચાર વર્ષના છોકરાઓ પણ બ્લેડથી બકરાને કાપે છે
કેરળના એક કતલખાનાનો વીડિયો બનાવાયો હતો. જેમાં વાછરડાની કતલ કરવા લોખંડનો સળિયો વાપરવામાં આવતોે હતો. લોખંડના સળિયેથી તેમને સતત માર્યા બાદ તેના મોંઢામાં સળિયો ઘૂસાડી દેવાતો હતો
દરેક દેશ નવા સંશોધનો સાથે પોતાની નિતીઓમાં ફેરફાર કર્યા કરે છે. જેના કારણે દરેકનું જીવન વધુ સુખાકારી ભર્યું બની શકે. નિતી આયોગની ટીમ નવા સંશોધનો અને વ્યૂહ રચના શોધ્યા કરે છે અને તે જેતે સંલગ્ન મંત્રાલયોને મોકલી આપે છે.
આ ક્ષેત્રે ૨૦૧૭માં કોઇ મહત્વનો નિર્ણય કોઇ દેશે લીધો હોય તો તે બ્રિટન હતું. બ્રિટને દરેક કતલખાનામાં સીસીટીવી કેમેરા ફરજીયાત રીતે રાખવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. લાખો પ્રાણીઓની કતલ કરતા પહેલાં તેમના પર ક્રૂર અત્યાચાર ગુજારાય છે. દિલ્હીમાં ઇદગાહ ખાતેના કતલખાનામાં પ્રાણીઓ પર ગુજારાતા અત્યાચાર પર મેં એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ જોઇને જજ સમસમી ઉઠયા હતા અને કતલખાનું બંધ કરાવી દીધું હતું. પરંતુ આવા તો ૧૫૦૦૦ કતલખાના એવા છેે કે જે પ્રાણીઓ પર કૂર યાતના ગુજારે છે. મૂંગા પ્રાણીની કતલ કરતાં પહેલાં તેને લાતો મરાય છે, ફંેંટોથી મરાય છે, સિગારેટના ડામ દેવાય છે,ઇલેક્ટ્રીક શોક અપાય છે, સેક્સથી પણ શોષણ થાય છે.
દૂધ આપતી હજારો ભેંસોની ગેરકાયદે કતલ થાય છે. તે દૂધ આપતું કે પ્રેગનન્ટ જાનવર છે તેમ બતાવવા સૌ પ્રથમ તેના આંચળ કાપી નાખવામાં આવે છે. નાના વાછરડાઓને પગ પકડીને ફંગોળવામાં આવે છે અને તેના પર કુદીને તેના પગ તોડી નાખવામાં આવે છે. કતલખાનામાંના ચાર વર્ષના છોકરાઓ પણ બ્લેડથી બકરાને કાપે છે અને પછી તેમને લોહીના ખાબોચીયામાં તડપતા છોડી દેવામાં આવે છે. ડુક્કરને મારમારીને મારી નાખવામાં આવે છે જેથી તેને ખરીદનારને માંસ તાજુ લાગે છે.
કેરળના એક કતલખાનાનો વિડીયો બનાવાયો હતો. જેમાં વાછરડાની કતલ કરવા લોખંડનો સળીયો વાપરવામાં આવતોે હતો. લોખંડના સળીયેથી તેમને સતત માર્યા બાદ તેના મોંઢામાં સળીયો ઘૂસાડી દેવાતો હતો. મેં આ ફિલ્મ કેરળના મુખ્ય પ્રધાનને બતાવી હતી. તેમણે તરતજ તપાસના આદેશ આપ્યા હતા. યુ.કેમાં નવા કાયદા હેઠળ દરેક કતલખાનામાં સીસીટીવી ફરજીયાત છે. ભારતમાં પણ જો કતલખાનામાં આચરાતી ક્રૂરતા અટકાવવી હોય તો દરેક કતલખાનામાં સીસીટીવી ફરજીયાત મુકાવા જોઇએ.
આપણે ત્યાં કૂતરાં અને બિલાડીઓની વધતી સંખ્યાને નાથવા નવતર આઇડયા વપરાય છે. કૂતરાંઓનું સ્ટરીલાઇઝેશન (વ્યંધીકરણ-સુન્નત) કાયદેસર બનાવાયું છે. કેટલીક મ્યુનિસિપાલીટીઓ તેનો અમલ કરે છે જ્યારે કેટલાક આવા પગલાં લેતા નથી. કેટલાંક કૂતરાંઓ વારંવાર બચ્ચાં આપ્યા કરે છે અને તેથી અનેક સમસ્યાઓ પણ ઉભી થાય છે. કૂતરાંઓનું ગેરકાયદે બ્રીડીંગ કરનારાઓ પાળેલા પ્રાણીઓ વેચનારાની દુકાનોમાં જોવા મળે છે. આમ તો કૂતરાનું બ્રીડીંગ ગેરકાયદેસર છે પણ પેડી ગ્રી ( બે અલગ જાતના ડોગનું બ્રીડીંગ) મોટા પાયે થઇ રહ્યું છે. જા ેઆપણે વિદેશની છાંટવાળા પેડીગ્રી ડોગનું વળગણ છોડીએ તો આપણા દેશી કૂતરાને ભારતીય ઘરોમાં જગ્યા મળી શકે છે.
૨૦૧૭માં કેલિફેાર્નિયામાં એ.બી. ૪૮૫ નંબરનો એક કાયદો બનાવાયો છે કે કૂતરાંના, બિલાડાની અને સસલાંના બચ્ચાને શેેલ્ટર્સ તેમજ પ્રાણીઓને બચાવતી સંસ્થાઓ મારફતેજ વેચાવા જોઇએ. જે આ કાયદાનો ભંગ કરે તેની દુકાન બંધ કરાશે અને ૫૦૦ ડોલરનો દંડ પણ થશે. જેના કારણે વેપારી ધોરણે વેચાતા બચ્ચાંની પ્રથાનો અંત આવ્યો હતો. હકીકત એ હતી કે ગેરકાયદે બ્રીડીંગ કરનારાઓની સંખ્યા એટલી બધી વધી ગઇ હતી કે બચ્ચાને કોઇ વેેટરનરી દેખભાળ નહોતી થતી કે તેમને પૂરતો ખોરાક પણ નહોતો અપાતો.
કેલિફોર્નિયા પ્રથમ એવું રાજ્ય હતું કે જેણે આવો કાયદેા અમલી બનાવ્યો હતો ત્યારબાદ તેને સંલગ્ન આવેલા અન્ય નાના શહેરોએ પણ તેને અમલી બનાવ્યો હતો. ત્યારે બ્રીડીંગ કરનારાઓએ એવી રજૂઆત કરી હતી કે આ કાયદાના કારણે બેરાજગારી વધશે. આ એક એવો બિઝનેસ હતો કે જેમાં એક ડોગ લાવીને તેના બચ્ચાં મેળવાય છે. એક ઘરમાં તે ધંધો કરાય છે પરંતુ બચ્ચાંની કોઇ માવજત નથી કરાતી.
અહીં મહત્વની વાત એ છે કે ડોગના બચ્ચાં શેલ્ટરમાંથી આવે કે બ્રીડરને ત્યાંથી આવે તેમાં કોઇ ફર્ક નથી પડતો. કેમકે લોકો પૈસા આપીને તે ખરીદે છે તેમજ ડોગને પાળવો લોકોને ગમે પણ છે. બચ્ચાં વેચવાનો ધંધો કરતા બ્રીડર્સ ને ત્યાંથી વેચાતા બચ્ચાં પૈકી ૭૦ ટકા અસાધ્ય રોગોથી પીડાતા હોય છે. ૩૦ ટકા બચ્ચાં તો ખરીદનારને ઘેર ગયાના એક અઠવાડીયામાં જ મોતને ભેટે છે. જો કૂતરાને શેલ્ટરમાંથી લાવવામાં આવે તો તેમનામાં કોઇ રોગ નથી હોતો.
જેને વિશ્વની સૌથી મોટી ટ્રાવેલ સાઇટ કહે છે તે ટ્રીપ એડવાઇઝરે એવો નિર્ણય કર્યો છે કે તેના પ્રવાસીઓને તે પાંજરામાં પુરેલા કે અપ્રાપ્ય એવા પ્રાણીઓને જોવા નહીં લઇ જાય. જેમાં હાથી પર સવારી, પુરી રાખેલી ડોલ્ફીન કે પીંજરામાં પુરેલા વાઘ કે સર્કસમાં વપરાતા પ્રાણીઓનો સમાવેશ થાય છે.
વાઇલ્ડ લાઇફનું રક્ષણ કરતા ગૃપોએ આ નિર્ણયને આવકાર્યો છે. આ લોકો માને છે કે મનોરંજન માટે જે ડોલ્ફીન કે હાથીઓને રાખવામાં આવે છે તેમને માનસિક તેમજ શારિરીક ઇજાઓ થાય છે. ટ્રીપ એડવાઇઝરે એમ પણ જાહેર કર્યું છે કે તે વાઇલ્ડ લાઇફ ટુરીઝમ બાબતે એજ્યુકેશન આપતી સાઇટ ઉભી કરશે અને તે માટે એનિમલ પ્રોટેક્શન માટે કામ કરતી એજંસીઓની પણ મદદ લેશે. આ સાઇટ પર એનિમલ વેલફેર માટેના પણ પ્રયાસ કરાશે. આ વિષય પર માહિતી આપવાની સાથે સાથે એવા પણ આગ્રહ કરવામાં આવશે કે કેરળમાં હાથીઓના આકર્ષણવાળા કાર્યક્રમોથી દુર રહેવું જોઇએ. આ ઇવેન્ટમાં મહાવત હાથીઓને દોડાવતા હોય છે જેના કારણે તે મોતને ભેટતા હોય છે. ઘણીવાર હાથી ગુસ્સામાં આવીને ગામવાળાઓને પણ નુકશાન પહેંચાડે છે. એવીજ રીતે પુષ્કરના ઉંટમેળામાં જતા લોકોને પણ અટકાવવા જોઇએ કેમકે આ મેળામાં માફિયાઓ ઉંટને ખરીદીને તેને કતલખાને મોકલી આપે છે.
ઓક્સફોર્ડના વાઇલ્ડ લાઇફ ક્ન્ઝર્વેશન રીસર્ચ યુનિટે ઓક્ટોબર ૨૦૧૭માં વાઇલ્ડ લાઇફ ટુરીઝમ પર કરેલા એક અભ્યાસ અનુસાર પ્રાણીઓના મનોરંજન જોવા બે મીલીયન થી ચાર મિલીયન (એક મિલિયન એટલે ૧૦ લાખ) પ્રવાસીઓ આવતા હોય છે. એનિમલ વેલફેર ગૃપ માને છે કે પ્રવાસીઓની સંખ્યા ઘટશે. ટ્રીપ એડવાઇઝરની સાઇટ પર એેક મહિને ૩૫૦ મિલીયન વિઝીટર્સ આવે છે. એટલે ટ્રાવેલ બુકિંગ ક્ષેત્રે તે અસરકારક પરિણામ મેળવી શકે છે. તે એવા બુકિંગ નહીં કરે કે જ્યાં કેદમાં રાખેલા પ્રાણીઓ હોય કે પ્રાણીઓને સાંકળતી કોઇ બ્લડ સ્પોર્ટ ( જ્યાં પ્રાણીએાનું લોહી રેડાતું હોય) તેના બુકિંગ નહીં કરે અને તેની પાછળના કારણો પણ સમજાવશે. ઉદાહરણ તરીકે સ્પેનમાં યોજાતી બુલ ફાઇટીંગ જોવા માટેનું બુકિંગ ટ્રીપ એડવાઇઝર નથી કરતું. હવે તો આ લોકો એક ડગલું આગળ વધીને સ્પેનીશ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, રોમાનીયા જેવા દેશોમાં સર્કસ પર પ્રતિબંધ લાવવા માંગે છે. જેમાં પ્રાણીઓ પાસે ખેલ કરાવાય છે. હું જ્યારે પર્યાવરણ પ્રધાન હતી ત્યારે મોટા ભાગના સર્કસો પર પ્રતિબંધ મુકી દીધો હતો. હજુ પણ કેટલાક સર્કસ હાથી, ઘોડા, ડોગ વગેરેનો ઉપયોગ કરે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી તેમને એક પછી એક બંધ કરાવી રહી છે.