ખોરાક માટે વર્ષે 40 અબજ પ્રાણીઓની હત્યા…Source: ગુજરાત સમાચાર, સંવેદના – મેનકા ગાંધી

ખોરાક માટે વર્ષે 40 અબજ પ્રાણીઓની હત્યા…Source: ગુજરાત સમાચાર, સંવેદના – મેનકા ગાંધી

ખોરાક માટે વર્ષે 40 અબજ પ્રાણીઓની હત્યા…Source: ગુજરાત સમાચાર, સંવેદના – મેનકા ગાંધી

સંવેદના – મેનકા ગાંધી

– ભારતમાં 2016-17 દરમ્યાન 238 કરોડ ચીકનનો મીટ માટે સફાયો કરી નાખ્યો હતો

ચીકનમાંથી એક ગ્રામ પ્રોટીન મેળવવા ૩૪ લીટર પાણી વપરાય છે જ્યારે એટલુંજ પ્રોટીન કઠોળમાંથી મેળવવા માત્ર ૧૯ લીટર પાણી વપરાય છે

એક કિલો ચીકન બનાવવા ૪૩૨૫ લીટર પાણી વપરાય છેજેની સામે શાકભાજી ઉગાડવા કિલો દીઠ ૩૬૫ લીટર,ફળ ઉગાડવા ૯૬૨ લીટર,કઠોળ તેમજ અનાજ ઉગાડવા ૧૬૪૪ લીટર પાણી વપરાય છે

જો તમે કોઇ પરગ્રહ વાસી અર્થાત એલીયન હોવ અને પૃથ્વી પર મોકલવામાં આવે તો તમને એવું સાંભળવા મળે કે પૃથ્વી પર અડધો અડધ લોકો એવા છે કેે જેમને દિવસમાં વપરાશ કરવા અડધી ડોલથી વધુ પાણી નથી મળતું. તેનું કારણ એ બતાવાય છે કે જે પાણીનો જે જથ્થો છે તેનો વધુ ઉપયોગ પ્રાણીઓના ઉછેર તેમજ તેમને ખોરાક આપવા, તેમને સાફ કરવા વપરાય છે જેથી તેનો ખોરાક તરીકે ઉપયોગ થઇ શકે. કેટલીક સફાઇની તેમને જરુર નથી હોતી છતાં પાણીને વેડફવામાં આવે છે. ડગલાસ આદમે લખેલી હીતચીકર્સ ગાઇડને કલ્ટ બુક તરીકે ઓળખવામાં આવે છે. તેમાં એવો ઉલ્લેખ છે કે પકૃતિ ઇચ્છે છે કે પૃથ્વી સપાટ થઇ જાય  અને તેનો હાઇવે બનાવી દેવાય. કુદરત આપણને પતાવી નાખે તેની રાહ જોવાની જરુર નથી કેમકે આપણે પોતેજ આપણી જાતને રોજરોજ મારી રહ્યા છે.

વિશ્વના ત્રીજા ભાગનું ફ્રેશ પાણી મીટ ઇન્ડસ્ટ્રી (મટન ઉધ્યોગ) સીધી કે આડકતરી રીતે વાપરે છે. વિશ્વમાં મીટનું ઉત્પાદન ૨૦૦૦ના વર્ષથી ડબલ થઇને ૨૨૯ મીલીયન ટન પર પહોંચ્યું છે. ૨૦૫૦ સુધીમાં મીટનં  ુઉત્પાદન ૨૬૫ મિલિયન ટન થઇ શકે છે. આમ પણ પૃથ્વીની પાણી આપવાની ક્ષમતા ઘટી રહી છે. પાણીના સોર્સ પણ ઘટી રહ્યા છે. આ સ્થિતિની ગંભીરતા સમજવી જરુરી છે. અમેરિકા જેરીતે માંસ આરોગે છે તે રીતે જો વિશ્વ માંસ ખાવાનું શરુ કરે તો ૨૦૦૦ના વર્ષમાં જ પાણીની તંગી ઉભી થાત.પરંતુ જે રીતે ભારત અને ચીનમાં શાકાહારી લોકોની સંખ્યા વધવા છતાં એમ કહી શકાય કે આગામી ૨૫ વર્ષમાં પૃથ્વી પરથી પાણી ખલાસ થઇ જશે. આપણામાંના ઘણા આ સ્થિતિ જોવા જીવતા હશે.

દર વર્ષે ૪૦ અબજ પ્રાણીઓને મારી નાખવામાં આવે છે. પશુઓના આ સંહારમાં મોટા ભાગના ચીકન (મરઘાં) હોય છે.આ રીતે તો તેમને પણ પશુ કહી શકાય. ભારતમાં મરઘાં બતકાં ઉછેરતો પોટ્રી બિઝનેસ ધીકતો ધંધો કહેવાય છે. ચીકન મીટને સસ્તું અને પોષણ યુક્ત આહાર તરીકે ખપાવવામાં  આવે છે. ભારતમાં એક કિલો ચીકન ૧૦૦ રુપિયાથી ઓછા ભાવે મળે છે એટલે કે દાળ કરતાં પણ ઓછા ભાવે મળે છે. કેટલાક લોકોતો સમાજમાં પોતેે થોડા ઉંચા છે તે બતાવવા કહે છે કે પોતે બીફ કે મટન નથી ખાતા પણ ચીકન ખાય છે. વિદેશની ફાસ્ટ ફૂડ ચેઇન કંપનીઓેએ ચીકનને વધુ લોકપ્રિય બનાવી છે. આ કંપનીઓ એવો પ્રચાર કરે છે કે તમે જે ખાવ છો તે ચીકન નથી પણ ચીકન જેવું લાગતું પીંક સ્લાઇમ છે.

ગ્લોબલ એગ્રીકલ્ચરલ ઇનફોર્મેશનના નેટવર્ક અનુસાર ભારતમાં રાંધેલા ચીકનના ઉપયોગમાં દર વર્ષે ૧૫થી ૨૦ ટકા જેટલો વધારો થાય છે. ૨૦૧૭માં ચીકનનું ઉત્પાદન ૭ ટકા વધીને ૪.૫ મીલીયન ટન પર પહેંાચ્યું હતું. ઇન્ડીયન ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબંડરીના જણાવ્યા અનુસાર ભારતમાં ૨૦૧૬-૧૭ દરમ્યાન ૨૩૮ કરોડ ચીકનનો-મીટ માટે સફાયો કરી નાખ્યો હતો. મટન માટે મરાતી ચીકન પૈકી મોટા ભાગની મોટી કંપનીઓ મારે છે.

ચીકન કાપવા મોટી કંપનીઓ મીની કતલખાના ઉભા કરતા હોય છે. ચીકન કાપીને પેક કરવા સુધીના દરેક તબક્કામાં મોટા પ્રમાણમાં પાણીનો વપરાશ થાય છે. ચીકનનો ખાવા માટેનું અનાજ ઉગાડવા પ્રાણી વપરાય છે, ચીકનને પીવા માટે, તેમની આસપાસનો વિસ્તાર સાફ રાખવા માટે , ચીકનને મારવા તેમજ સાફ કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે. પોટ્રીના ઉત્પાદકો વિવિધ સ્તરે પાણીનું પ્રદૂષણ પણ ઉભું કરે છે. પોટ્રી ઉદ્યોગ દ્વારા પાણીનો વપરાશ અને પાણીનું પ્રદૂષણ બંને ગંભીર મુદ્દા છે.

ભારતની વસ્તી કરતાં બમણી સંખ્યામાં દર વર્ષે ચીકનનો ખાત્મો બોલાવાય છે.  પોટ્રી ઉધ્યોગના પક્ષીઓ મકાઇ,સોયાબીન, ધઉંના ટુકડા, ચોખાના ટુકડા વગેરે ખાય છે. કૃત્રિમ સિંચાઇ દ્વારા તેનું ઉત્પાદન કરાય છે. આ મરઘાં બતકાંને ખુલ્લા મુકવામાં આવે તો તે ઓછું ખાય છે કેમકે તેમને ફરવા મળે છે જ્યારે પોટ્રી ફાર્મમાં તેમને પીંજરામાં રાખીને વધુ વજન મળે તે માટે સતત ખવડાવાય છે. ચીકન માટે અનાજ ઉગાડવા મોટા ભાગના ફાર્મવાળા વધુ ઉત્પાદન મેળવવા રસાયણીક ખાતરોેનો ઉપયોગ કરે છે.

૧૦૦૦ પક્ષીઓ વાળા પોટ્રી ફાર્મમાં દરરોજ પીવા માટે અંદાજે ૪૦૦ લીટર પાણીની જરુર પડે છે. આધુનિક બ્રોઇલર ફાર્મમાં ( જે ફાર્મમાં ચીકનનો કાપવા માટેજ ઉછેરાતી હોય તેવા ફાર્મ- સફેદ મરઘી-ચારથી -સાત અઠવાડીયાની મરઘીનો ઉપયોગ) પાંજરા એટલા નાના હોય છે કે મરધી તેના પાંખ પણ પહોળી કરી શકતી નથી. ગરમ વાતાવરણમાં ફાર્મમાં વપરાતી કુલીંગ સિસ્ટમ માટે મોટા પ્રમાણમાં પાણી વપરાય છે.

મરઘાઓને મારતા પહેલાં ઉપર ઇલેક્ટ્રીક વોટર ( કરંટવાળું પાણી) છાટવામાં આવે છે. મરઘાં આ માર સહન કરી શકતા નથી અને પીંજરામાંંંજ યુરીન-સ્ટુલ કરી નાખે છે. તેને સાફ કરવા પાણીના ફુવારા છોડાય છે. પછી તેમના શરીર પરના પીંછા કાઠવા ગરમ પાણીમાં  ઝબોળવામાં આવે છે. તેની સ્કીન સોફ્ટ બનાવવા ફરી તેને ઠંડા પાણીમાં ઝબોળાય છે. તેના શરીરના અંગો કાઢવા અને ખાવા માટે તૈયાર કરવા સતત પાણીના ફુવારા છોડાય છે. મરઘીની ડેડબોડીને સાફ કરવા મરધી દીઠ અંદાજે ૩૫ લીટર પાણી વાપરવામાં આવે છે. તેનો ૨૩૮ કરોડ સાથેે ગુણો અને પછી વિચારો કે કેટલું પાણી વપરાતું હશે? અહીં વાપરેલું પાણી દૂષિત હોઇ અન્ય કોઇ ઉપયોગમાં લઇ શકાતું નથી. ટૂંકમાં એક કિલો ગ્રામ ચીકન મેળવવા ૪૩૨૫ લીટર પાણી વપરાય છે.

એટલે કે જ્યારે તમે કે તમારું કુટુંબ એક કિલો ચીકન ખાય છે ત્યારે ૪૩૨૫ લીટર પાણીને તમે ઉપયોગમાં લોછો એમ કહી શકાય. આટલું પાણી ઉત્તર પ્રદેશના એક ગામમાં અઠવાડીયા માટે ચાલી શકે. જેની સામે શાકભાજી ઉગાડવા કિલો દીઠ ૩૬૫ લીટર,ફળ ઉગાડવા ૯૬૨ લીટર,કઠોળ તેમજ અનાજ ઉગાડવા ૧૬૪૪ લીટર પાણી વપરાય છે.

ભારતમાં સૌથી સારું શાકાહારી ફૂડ મળે છે. કઠોળ અને સોયાબીનમાં મોટા પ્રમાણમાં પ્રોટીન હોય છે. ચીકનમાંથી એક ગ્રામ પ્રોટીન મેળવવા ૩૪ લીટર પાણી વપરાય. છે જ્યારે એટલુંજ પ્રોટીન કઠોળમાંથી મેળવવા માત્ર ૧૯ લીટર પાણી વપરાય છે.આટલી જંગી માત્રામાં પાણી વેડફવું ભારતને પોષાય તેમ નથી. પાણીની અછત દુકાળ વગેરે આપણે માટે સમસ્યાઓ છે.પૈસાદાર દેશો ભારતમાંથી ઇંડા અને ચીકન મંગાવે છે આમ ભારતમાં પાણીની અછત ઉભી થાય છે. આપણા જેવા વિકસીત દેશે વિશ્વમાં પાણીની અછતથી શું થાય તે વિચારવું જોઇએ.

આપણે ઇઝરાયલ જેવું નથી કરી શકતા. તે દરિયાના ખારા પાણીમાંથી પીવાનું પાણી બનાવે છે.દરિયાના પાણીમાં ફીશની ગંદકી હોય છેે . આ  બાબતે તમે ગુગલ સર્ચ કરી શકો છો. આવા પાણીને ડેડ કહી શકાય.તે કોઇ કામ માટે વાપરી શકાય એમ નથી હોતું. પર્યાવરણ કે માનવતાની ચિંતા કરવાની સાથે સાથે સૌ પ્રથમ તો મીટ ખાવાનું છોડશો તો પણ તે ખૂબ ઉપયોગી બની શકે છે.