
જીવદયા પ્રેમ

મહેસાણા-અમદાવાદ રોડ સ્થિત ઓસવાલ રિસોર્ટના માલિક બાબુલાલજી બોકડીયા સાંચોરવાલનો જીવદયા પ્રેમ ખૂબ જ પ્રશંસનીય છે. 125 જેટલા ધાયલ લૂલા-લંગડા ઢોરોને માટે પાંજરાપોળ તથા હોસ્પિટલની અલાયદી વ્યવસ્થા કરીને ખૂબ જ સુંદર સેવા કરી રહ્યા છે. તેમની કેવી ઉજ્જવળ ભાવના !! ફેક્ટરીના માલિકો આ પ્રમાણે જીવોની દયા કરે તો જીવદયાનું ખરેખર સુંદર કામ થાય. પાપની પ્રવૃતિની વચ્ચે પણ પુણ્યની અપૂર્વ પ્રવૃતિ થાય.