અબોલ જીવોની કતલ થાય ત્યારે નીકળતા પેઈન વેવ્ઝ વિનાશ સર્જે છે
રાજકોટઃ જયારે કોઈ કતલખાતામાં કોઈ પ્રાણીની હત્યા કરવામાં આવે છે ત્યારે તેના શરીરમાંથી જે આર્તનાદ નીકળે છે તેને વૈજ્ઞાનિક પરિભાષામાં પેઈન વેવ તરીકે ઓળખવામાં આવે છે.ભારતના બે વિજ્ઞાનીઓએ થીયરી અને પ્રયોગો દ્વારા સાબિત કર્યુ છે કે આ પેઈન વેવને કારણે પૃથ્વીના પેટાળમાં ઉથલપાથલ થાય છે અને ધરતીકંપો પેદા થાય છે.
મહાન વિક્ષાની આલ્બર્ટ આઈસ્ટાઈન વિશ્વમાં પ્રર્વતમાન હિંસા બાબતમાં અત્યંત ચિંતિત હતા તેમણે મુંગા જીવોની હિંસા અટકાવવા સંખ્યાબંધ નિવેદનો કર્યા હતા અને અનુકંપામય જીવનશૈલીની હિમાયત કરી હતી.
આ કારણે ભારતના બે વિજ્ઞાનીઓ દ્વારા શોધવામાં આવેલા પશુઓની વેદનાનાં મોજાઓને આઈન્સ્ટાઈન પેઈન વેવ્ઝનું નામ આપવામાં આવ્યું છે.ભારતના બે વિજ્ઞાનીઓ ડો.મદન મોહન બજાજ અને ડો.વિજયરાજસિંહે ગુરૂગ્રામની બ્રેઈન રીસર્ચમાં કતલ કરાતા પશુના શરીરમાંથી નીકળતા મોજાઓનો અભ્યાસ કર્યો હતો અને તેના પર પ્રયોગો કર્યા હતા અને પોતાનું સંશોધન દેશવિદેશના વિજ્ઞાનીઓ સમક્ષ રજૂ કર્યુ હતું