આજનો જીવનમંત્ર

આજનો જીવનમંત્ર

આજનો જીવનમંત્ર

મનમાં પ્રેમ રાખો, અન્યને માફ કરવામાં મોડું ન કરો અને હિંસાથી બચશો તો દુશ્મન પણ મિત્ર બની જશે

વાર્તા– સંત દાદૂ દયાળને દુનિયાભરમાં સહનશીલતા, ધૈર્ય અને ભક્તિના કારણે ઓળખવામાં આવે છે. એક દિવસ સેનાના એક અધિકારી દાદૂ દયાલજીને મળવા માટે ઘોડા ઉપર બેસીને રવાના થયાં.

તે સમયે જંગલમાં એક વૃક્ષ નીચે દાદૂ દયાલજી બેઠા હતાં. સેનાના અધિકારી તેમને ઓળખતા નહોતાં. તે સેના અધિકારી હતા ત્યારે તેમનો સ્વભાવ અકડ પણ હતો. જ્યારે અધિકારીએ વૃક્ષની નીચે એક વૃદ્ધ વ્યક્તિને બેઠેલા જોયા ત્યારે તે બોલ્યાં, અરે વૃદ્ધ, મારે દાદૂ દયાલજીને મળવું છે, મને તેમની ઝૂપડીનો રસ્તો જણાવી દો.

દાદૂ દયાળ ધ્યાનમાં બેઠા હતાં. તે અધિકારીના સવાલનો જવાબ આપી શક્યા નહીં તો અધિકારી નિરાશ થઇ ગયાં. તે ઘોડા પરથી ઉતર્યા અને દાદૂ દયાળને એક જોરદાર લાફો માર્યો. લોફો ખાધા પછી દાદૂજીએ હસીને કહ્યું, શું વાત છે?

અધિકારીએ કહ્યું, હું દાદૂ દયાળને મળવા માટે જવાનો રસ્તો પૂછી રહ્યો છું અને તમે ચૂપચાપ છો, હસી રહ્યા છો. અધિકારીએ તેમને વધારે માર માર્યો, તેમણે વિચાર્યું કે આ કોઇ પાગલ વ્યક્તિ છે તો તે તેમને ત્યાં છોડીને આગળ વધી ગયો.

થોડી દૂર જઇને અધિકારીને ગામનો એક વ્યક્તિ જોવા મળ્યો ત્યારે તેમણે ફરીથી પૂછ્યું, મને દાદૂ દયાળની ઝૂંપડીનો રસ્તો બતાવી દો.

તે વ્યક્તિ દૂરથી જ અધિકારી અને દાદૂ દયાળની વચ્ચે થયેલી ઘટનાને જોઇ રહ્યો હતો. તેણે અધિકારીને કહ્યું, ચાલો હું તમને દાદૂજીને મળવા જ દઉ.

તે વ્યક્તિ અધિકારીને લઇને દાદૂ દયાળ પાસે પહોંચ્યો અને બોલ્યો, આ જ દાદૂય દયાળ છે.

આ વાત સાંભળતા જ અધિકારી ખૂબ જ શરમમાં મુકાઇ ગયો. તે દાદૂ દયાળના પગમાં પડ્યો અને બોલ્યો, હું તો તમને ગુરુ બનાવવા ઇચ્છતો હતો, મેં આ શું કરી દીધું.

દાદૂ દયાળે તે અધિકારીને ઊભો કર્યો અને ગળે લગાવી દીધો. દાદૂજી બોલ્યાં, ભાઈ, જો કોઇ બે રૂપિયાનું માટલું પણ ખરીદે તો એક વાર મારીને જુએ છે. તમે તો મને ગુરુ બનાવવા ઇચ્છો છો. તમે મને માર્યો પણ સારી રીતે.

આ વાત સાંભળીને અધિકારીને સમજાઈ ગયું કે સંત આવા જ સ્વભાવના કારણે સંત હોય છે. તેમની મહાનતા તેમને ક્ષમા સ્વભાવમાં, ધૈર્ય અને સહનશીલતામાં હોય છે.

બોધપાઠ– અન્ય લોકો આ વાત જાણતા નહોતા કે આપણે કેટલા મહાન છીએ? પરંતુ આપણે આપણાં આચરણને છોડવું જોઈએ નહીં. તે અધિકારીએ હિંસા કરી, પરંતુ દાદૂ દયાળ પ્રેમ, ધૈર્ય અને સહનશીલતાનો સંદેશ આપી રહ્યા હતાં. જે વ્યક્તિ અંદરથી પ્રેમથી ભરેલો છે, તેમની પ્રવૃત્તિ માફ કરવાની છે, જે ધૈર્યવાન છે, તેમની આસપાસ એટલી પોઝિટિવ ઊર્જા હોય છે કે એક દિવસ વિરોધી પણ મિત્ર બની જાય છે.