કોરોનાને લગતી એક અનોખી કથા
વર્ષો પહેલાંની વાત છે.એક રાજા હતો.તે જ્યારે વોકીંગ કરવા જાય, ત્યારે પગે બહુ કાંકરા ખુંચે, ક્યારેક કાંટો વાગે,અને ક્યારેક પગ કાદવ વાળા થઇ જાય!🌷રાજા વિચારે કે રોજ અલગ અલગ કારણથી પગ બગડે છે,તેનો રસ્તો કરવો પડે.🌷તે રાજ્યમાં પશુ ઘણા હતા.કોઈ પ્રાણી હત્યા કરતું નહીં. કુદરતી રીતે જે પશુ મરતા તેના ચામડામાંથી દોરડા,ઘી ભરવાના માટલા,ચોપડાના પુન્ઠા, કુવામાંથી પાણી ભરવાના કોષ વિગેરે બનતા હતા. કોઇએ કહ્યું કે: હે રાજન! તમારા રાજ્યના બધાજ રસ્તાને ચામડાથી મઢાવી દો.કોઇને કાંટા, કાંકરા, ઠંડી, ગરમી, કંઈ નહીં લાગે.🌷રાજાએતો આદેશ કરી દીધો.અમલદારો મુંઝાણા. આખા રાજયના રસ્તા કેટલા વિશાળ? તેને ચામડાથી મઢવા કેવી રીતે? આટલું પુષ્કળ ચામડું લાવવું ક્યાંથી?🌷 મુંઝાયેલા અમલદારોએ પ્રધાનને વાત કરી.પ્રધાન બુધ્ધિશાળી હતા.તેમણે રાજાને કહ્યું કે:હે રાજન! કેટલી ધરતીને આપ ચામડાથી મઢશો?તેના કરતાં ચામડાના નાનકડા ટુકડાથી તમે પગરખાં બનાવરાવીને પહેરી લો.આપ એટલા સુરક્ષિત થઇ જશો કે ક્યારેય તમને કાંટા, કાંકરા, ઠંડી, કે ગરમી નહીં,નડે!🌷બસ! મારે આપને કહેવું છે કે કયારેક બર્ડ ફ્લુ, ક્યારેક ઝીંકા, ક્યારેક ઇબોલા, ક્યારેક મેડકાઉ,કયારેક એઈડ્સ, અને ક્યારેક કોરોના! ક્યાં બચશું? વધારે સારું એ છે કે: આપણે સુરક્ષિત બની જઇએ!આખી દુનિયાને ચામડાથી મઢવા કરતાં આપણે પોતેજ સુરક્ષા નામના પગરખાં પહેરી લઇએ.🌷એ પગરખાં એટલે રોગ પ્રતિકારક શક્તિ વિકસાવીએ.રોજ સુર્ય સ્નાન કરીએ, શુધ્ધ હવા હોય તેવા પ્રકૃતિના સાનિધ્યમાં એકાદ કલાક ચાલીએ.આરોગ્ય શાસ્ત્ર મુજબ જીવીએ.🌷એ તો ઠીક છે,પણ પુણ્યે જય અને પાપે ક્ષય એ શાશ્ર્વત સિધ્ધાંત છે. પૃથ્વી પરના દરેક જીવને જીવવાનો અધિકાર છે. મોટા ભાગના વાયરસ પ્રાણીઓનું માંસ ખાવાથી આવ્યા છે.દાખલા તરીકે મેડ કાઉ નામનો રોગ ગાયનું માંસ ખાવાના કારણે વિદેશમાં થયેલો.પણ ભારતમાં આદિકાળ ગાયનું દૂધ પીવાય છે.ગાયનુ દુધ પીવાથી આજ સુધી એક પણ રોગ થયો નથી,પણ સેંકડો રોગ મટી ગયા છે!🌷આમ માંસાહાર જ સત્યાનાશ વેરનાર છે.આપણે જીવીએ અને અન્ય જીવોને જીવવા દઇએ. શ્રાધ્ધ વિધિ પ્રકરણ જેવા ગ્રંથમાં વર્ણવ્યા મુજબ લાઇફ સ્ટાઇલ બનાવીએ. પ્રભુ આજ્ઞા પાલન કરીને સૌ સુરક્ષિત રહો તેવી અનોખી મંગલ કામના.🌷