કોરોના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયની કામગીરી કરવા બાબત.

કોરોના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયની કામગીરી કરવા બાબત.

કોરોના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયની કામગીરી કરવા બાબત.

આયુર્વેદ પધ્ધતિ દ્વારા રક્ષણાત્મક ઉપાય :
૧. ક્વાથ : પથ્યાદીક્વાથ + દશમૂલ ક્વાથ + નિમ્બત્વક : પ્રક્ષેપ ત્રિકુટ
૨. તુલસીના બે ચમચાં રસ , બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું.
૩.ઔષધસિદ્ધ જલ : સૂંઠ ૧ ચમચી અને નાગરમોથ ૧ ચમચી ( અથવા સૂંઠ ૨ ચમચી) ને ૧૦ ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ૫ ગ્લાસ રહે ત્યારે ગાળવું. જરૂરિયાત મુજબ નવસેકું પીવું.
૪. ધૂપન દ્રવ્ય : સલાઈ ગુગળ ૫૦ ગ્રામ, ઘોડાવજ – ૧૦ ગ્રામ, સરસવ – ૧૦ ગ્રામ, લીમડાના પાન – ૧૦ ગ્રામ અને ગાયના ઘી – ૨૦ ગ્રામ મિશ્રણ બનાવી એક ચમચીનો ઈલેક્ટ્રીકલ ધુપેલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપ કરવો.

આહાર :

  • ઘરનો સાત્વિક, સુપાચ્ય, હળવો ગરમ ખોરાક લેવો.
  • વાસી ખોરાક, આથાવાળી વસ્તુ, મેંદાની બનાવટ, દહીં, દુધની બનાવટ, જંકફૂડ, ઠંડા પીણા અને ફ્રીજનું પાણી લેવા નહી.
  • વિરુદ્ધ આહારનું સેવન ના કરવું. તેમજ ફ્રીજમાં રાખેલી કોઈપણ વસ્તુઓ ના ખાવી.
  • મગ, મસૂર, ચણા અને કળથીનો ગરમ સૂપ પીવો.
  • શાકભાજીમાં કારેલા, પરવળ, દુધી, કોળું, સરગવો, આદુ, હળદળ અને ફુદીનો લેવા .
  • પચવામાં ભારે તથા ચીકણા શાકભાજી ના ખાવા.
  • ફળમાં પપૈયા,દાડમ, આમળા જેવા ફળ લેવા.
  • પાણી અડધું ઉકાળીને હુંફાળું જ પીવું અથવા સૂંઠ નાખી ઉકાળેલું પાણી લેવું.
  • ઈંડા તેમજ માંસાહારનો ત્યાગ કરવો.

વિહાર :

  • શરદી ખાંસીના દર્દીઓથી અંતર રાખવું.
  • એકકાલ ભોજન – દિવસમાં એક વાર ભોજન લેવું. સૂર્યાસ્ત પહેલા હલકું ભોજન લેવું.
  • જમ્યા બાદ તુરંત ફરીથી અન્ય ખોરાક ના લેવો.
  • દિવસે ખાસ કરીને જમીને સુવું નહી. તેમજ રાત્રે મોડે સુધી જાગવું નહી.
  • હળદળ-મીઠાવાળા નવસેકા પાણીના કોગળા કરવા.
  • સવારમાં નાકમાં નવસેકા તલના તેલના બે બે ટીપા નાખવા અને આંગળીથી બંને નસકોરામાં લગાવવું.
  • સંધ્યાકાળે ઘરમાં (સલાઈ ગુગળ,ઘોડાવજ, સરસવ, લીમડાના પાન અને ગાયના ઘીનો ધૂપ કરવો.
  • ઉકળતા પાણીમાં અજમો નાખી નાસ લેવો.