માંસ મચ્છી ખાવા એ મનુષ્યના શરીર માટે જોખમકારક છે.
– સંવેદના : મેનકા ગાંધી
– સંવેદના : મેનકા ગાંધી
લોકો હવે એન્ટિબાયોટિક્સ સામે પ્રતિરોધક ક્ષમતા મેળવી ચુક્યા હોવાથી તેની અસર શરીર પર જોઈએ એવી થતી નથી.
– કોઇને ખબર નથી કે પોલ્ટ્રી ઉદ્યોગ શા માટે કેટામાઇન વાપરે છે
કોઈ પણ જાતની વાઢકાપ અથવા અન્ય તબીબી સેવાઓમાં વ્યક્તિને બેભાન કરવા માટે કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ ખુબજ વપરાય છે.આ ઉપરાંત મનોરંજન માટેની પાર્ટીઓમાં હેલુસિનોજીક એનેસ્થ્ટિક ( જે ડેટ રેપ એટલેકે બંને પક્ષની સંમતિ સાથેના રોમાન્સ અને સેક્સ માટે વપરાય છે) ઉપયોગ થાય છે.જે વિદેશોમાં વધુ છે કારણકે પાર્ટી ડ્રગ હોવાથી ભારતમાં પ્રતિબંધ છે.આ પ્રકારના પ્રતિબંધને કારણે પશુઓની હોસ્પિટલને મોટું નુકશાન પહોંચે છે કારણકે હવે કોઈ પણ પશુની વાઢકાપ માટે ઘણું મોંઘુ એનેસ્થેટિક વપારવું પડે છે.
તમામ ડ્રગની જેમ આ ડ્રગની પણ આડ અસરો જોવા મળે છે જેમકે છાતી અને ગળામાં બળતરા થવી, મોંઢા પર સોજો આવવો, કોઇ ચીજ ગળતાં તકલીફ થવી, બોલતાં તકલીફ થવી વગેરે. કેટલીક વાર ભૂખ ના લાગવી કે ઉલટી જેવી અસરો પણ જોવા મળે છે. તે કિડની પર પણ અસર કરી શકે છે.
બીજી અનેક દવાઓની માફક આ દવાની પણ ઘણી આડઅસર જોવા મળે છે જેમકે છાતી કે ગાળામાં બળવું ,કે મોઢા પાર સોજો આવવો આ ઉપરાન્ત કોઈ ચીજ ગળતા તકલીફ થવી,ભૂખ ના લાગવી,કે ઉલ્ટી થવી કે પછી કિડની પર અસર થવી.વગેરે થઇ શકે છે.આ પ્રકારે શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે.ક્યારેક ડિપ્રેશન પણ થઇ શકે.બાળકોનું મગજ કુમળું હોવાથી તેના પેટર પણ અસર થઇ શકે છે.અગર જો વારંવાર આપીએ તો.ગર્ભાવસ્થામાં પણ ના અપવામાંજ સારું છે.આ ડ્રગ મુખ્યત્વે સિરિંજ દ્વારા પ્રવાહીમાં મિક્સ કરીને કે નાક વાટે આપવામાં આવે છે.જે મરઘાં કે માંસાહાર ખાતા હોય તો તેને તેના થકી પણ આપી શકાય છે.અમેરિકામાં ગ્રાહક સુરક્ષા ના સંગઠનોએ 28 અબજ ડોલર નું વેચાણ ધરાવતી દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી ચીકન કંપની સામે કેસ કર્યો છે.
કેટામાઇન એકલો જ ખલનાયક નથી અન્ય ૮૨ તત્વો એવા છે કે જે જોખમી છે. જેમાં ૧૧ જેટલા એન્ટિબાયોટિક્સનો પણ સમાવેશ થાય છે. માણસના હાડકાના માવા પર સીધી અસર કરતાં ક્લોરોમ્ફીનીકોલ એન્ટિબાયોટિક્સ મટનમાં મળી આવ્યું છે. પ્રાણીઓ પર વાપરવા તેનો પ્રતિબંધ છે છતાં તે ખોરાકમાં અપાય છે. માનવ જાત માટે મહત્વની એન્ટિબાયોટિક્સ એમોક્સિસિલીન હજુ પ્રાણીઓને આપવા માન્યતા નથી મળી છતાં તો પોલ્ટ્રી ફાર્મમાં વપરાય છે.
કંઅન્ય તત્વોમાં ડેસિથાયલિન સિપ્રોફ્રોક્સેસિન માનવ જાત માટે મહત્વની એન્ટિબાયોટિક્સ છે, પ્રેડનિસોન સ્ટીરોઇડ છે, સોજા દુર કરવા વપરાતી કેટ્રેાપ્રોફીન, દુખાવા માટે વપરાતી બુટોરફિનોલ મળી આવ્યા છે. અબામેસિટીન અને ઇમાસિટીન નામના રસાયણિક ખાતરના તત્વો પણ મળી આવ્યા છે. ચિકન ફાર્મમાં જેના પર પ્રતિબંધ છે એવા સિન્થેટિક ગ્રોથ હોર્મોેનના બે તત્વો મેલેન્જીસ્ટ્રોલ ઓસિટેટ અને રેક્ટોપેમાઇન મળી આવ્યા હતા. જે પેનસીલીનનો વપરાશ કાયદા પ્રમાણે શૂન્ય હોવો જોઇએ તેના તત્વો પણ મળી આવ્યા હતા.ચિકનને અપાતા સ્ટિરોઇડ, સોજા ઉતારતી દવાઓ અને પ્રતિબંધિત એન્ટિબાયોટિક્સ વગેરે ગ્રાહકોના પેટમાં જાય છે.જેના કારણે લોકો બિમાર પડે છે.
કેટામાઇન એકલું જ નહિ પણ એ સિવાય બીજા ૮૨ જેટલા તત્વો છે જે અતિ નુકશાનકારક છે.જેમાં 11 જેટલા એન્ટિબાયોટિક્સ નો પણ સમાવેશ થાય છે.માંસ માં મળી આવેલું ક્લોરોમ્ફીનીકોલ એન્ટિબાયોટિક માણસના હાડકાના માવા પર અસર કરે છે.માનવ જાત માટે અતિ મહત્વની એન્ટિબાયોટિક્સ એમોક્સિસિલીન હજુ તો પ્રાણીઓમાં પણ માન્યતા નથી છાંટ્યા મરઘાં ખાનાઓમાં છુટથી વપરાય છે.
અન્ય તત્વોમાં ડેસિથાયલિન સિપ્રોફ્રોક્સેસિન માનવ જાત માટે મહત્વની એન્ટિબાયોટિક્સ છે, પ્રેડનિસોન સ્ટીરોઇડ છે, સોજા દુર કરવા વપરાતી કેટ્રેાપ્રોફીન, દુખાવા માટે વપરાતી બુટોરફિનોલ મળી આવ્યા છે. અબામેસિટીન અને ઇમાસિટીન નામના રસાયણિક ખાતરના તત્વો પણ મળી આવ્યા છે. ચિકન ફાર્મમાં જેના પર પ્રતિબંધ છે એવા સિન્થેટિક ગ્રોથ હોર્મોેનના બે તત્વો મેલેન્જીસ્ટ્રોલ ઓસિટેટ અને રેક્ટોપેમાઇન મળી આવ્યા હતા.
એવું પણ નથી કે માણસ માટે વપરાતા એન્ટી બાયોટિક્સ ચીકનના મટનમાં મળી આવ્યા છે. આ અગાઉ ન્યુયોર્ક ટાઇમ્સે એક અભ્યાસને ટાંકીને લખ્યું હતું કે ચીકનના મીટમાંથી લેવાયેલા સેમ્પલમાંથી ટાયલિનોલ મળી આવ્યું હતું જેમાં ત્રીજા ભાગનું એન્ટિહિસ્ટેમાઇન બેનાડ્રીલ હતું. જે ચીનથી આવે છે. આવીજ એક પ્રોડક્ટમાં પ્રોઝેક અને એન્ટિહિસ્ટેમાઇન હાઇડ્રોકિસીઝીન મળી આવ્યું હતું. અમેરિકામાં સૌથી વધુ પોલ્ટ્રી પ્રોડક્ટનું વેચાણ કરતી કંપની મરધાના પગમાં જેન્ટામાઇસિન એન્ટિબાયેટિક્સના ઇન્જેક્શન આપતા પકડાઇ ગઇ હતી.
૨૦૧૩માં અમેરિકાએ એફડીએના નવા કાયદા અમલી બનાવ્યા હતા. પરંતુ શું તેથી ચિકનને એન્ટિબાયોટિક્સ આપવામાં કોઇ ફેર પડયો છે ખરો?જવાબ ના છે. હકીકત એ છે કે એન્ટિબાયોટિક્સનો વપરાશ વધ્યો છે. તેના વપરાશનું લેબલ બદલાયું છે. તે ગ્રોથ પ્રમોટર્સના નામે અપાય છે.( એટલેકે એન્ટિબાયોટિક્સ અને હોર્મોન્સ). તેને રોગ અટકાવવા માટે વપરાતી દવા તરીકે અપાય છે. સમાચાર સંસ્થા રોઇટરે બહાર પાડેલા એક સંશોધનાત્મક અહેવાલ અનુસાર એફડીએ મારફતે ગાઇડ લાઇન્સ બહાર પાડી હોવા છતાં પોલ્ટ્રી ઉદ્યોગ કાયદાની ઐસી-તૈસી કરીને એન્ટિબાયોટિક્સ, હોર્મોન્સ, રસાયણીક ખાતરો વગેરે છૂટથી વાપરે છે. ભારતમાં પ્રખ્યાત થઇ રહેલી ફ્રાઇડ રેસ્ટોરાં ચેઇન પણ મરધાં ઉછેર માટે એન્ટિબાયોટિક્સ વાપરતા પકડાઇ હતી.
એવું પણ સંશોધન થયું છે કે ચીકનનો ગ્રોથ વધે એટલે ઇનઓર્ગેનિક આર્સેનીક વાપરે છે. જે અંતે માનવ શરીરમાં પ્રવેશે છે. જ્યારે કેટામાઇન વાળા મીટને આલ્કોહોલ સાથે (દારૂ સાથે) ખવાય છે ત્યારે તેના શરિરમાં આવતા ફેરફાર માત્ર આલ્કોહોલના કારણે નથી હોતા પણ મીટમાં રહેલા ઘાતક તત્વોના કારણે પણ હોય છે. મોટા ભાગના લોકોને એ ખબર નથી હોતી કે મોટી ફાર્માસ્યુટીકલ કંપનીઓના પોતાના વેટરનરી ડિવિઝન હોય છે. જેમાં તે પ્રાણીઓેના ઉછેર માટે હોર્મોન્સ, એન્ટીબાયોટિક્સ વગરે બનાવતા હોય છે. આ લોકો ક્યારેય પોતે શું ખોરાક આપે છે તેની જાહેરાત નથી કરતા. જ્યાં સુધી કોઇ સમસ્યા ઉભી ના થાય ત્યાં સુધી સમાચાર માધ્યમો પણ કોઇ રિપોર્ટ નથી લખતા. જોકે માનવ જાત સામે ગંભીર જોખમ છે તે ભૂલવું ના જોઇએ…