જાણો શું હોય છે મંકીપોક્સના લક્ષણો, કેવી રીતે ફેલાય છે વાયરસ

જાણો શું હોય છે મંકીપોક્સના લક્ષણો, કેવી રીતે ફેલાય છે વાયરસ

જાણો શું હોય છે મંકીપોક્સના લક્ષણો, કેવી રીતે ફેલાય છે વાયરસ

અમદાવાદ : ભારત દેશમાં મંકીપોક્સના (monkeypox) કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) મંકી પોક્સ વોર્ડ (monkeypox ward) તૈયાર કરવામાં આવ્યો છે. હાલ તો 8 બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂર પડે તો 18 બેડ સુધીની વ્યવસ્થા કરવામાં આવશે. સરકાર દ્વારા ગાઈડલાઈન તૈયાર કરી દેવામાં આવી છે.  માર્ગદર્શિકાનું પાલન કરવાનું છે. જોકે, સિવિલ હોસ્પિટલમાં પણ ટેસ્ટ કિટ રાખવામાં આવી છે. જેથી શંકાસ્પદ કેસ હોય તો ટેસ્ટ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના બાદ મંકીપોક્સ

આફ્રિકાના દેશમાં મંકીપોક્સ કેસ જોવા મળતા હોય છે પરંતુ યુરોપન દેશમાં અમેરિકા, કેનેડા,ઓસ્ટ્રેલિયામાં મંકીપોક્સના કેસ આવ્યા છે. એક ચિંતાનો વિષય છે.અને ઝડપથી ફેલાય રહ્યો છે.એટલે ચિંતા કરવી પડે છે.માણસ થી માણસના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

કયા દેશમાં મંકીપોક્સના કેસ છે

આફ્રિકાના દેશમાં હજારોની સંખ્યામાં કેસ અવવતા હોય છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સ્વિઝરલેન્ડ, યુકેમાં મંકીપોક્સના કેસ છે. હવે ભારત દેશમાં પણ મંકી પોક્સ કેસ નોંધાઇ રહ્યા છે.

મંકીપોક્સ કેવી રીતે થાય છે

મંકીમાંથી વાયરસ માણસમાં આવે છે અને માણસ એક બીજાના સંપર્કમાં આવવાથી વાયરસ ફેલાય છે. વાયરસ લાગ્યો હોય તેના મો માંથી, નાક વાટેથી ફેલાય છે.

મંકીપોક્સના લક્ષણો શુ હોય છે?

શરૂઆતમાં સ્કીન પર ખંજવાળ આવે છે. તાવ આવે, પાણી ભરેલા ફોડલા પડી જાય અને પછી ફોડલા ફૂટી જાય છે.

મંકીપોક્સથી બચવા શુ કરવું જોઈએ?

મંકી પોક્સ લક્ષણ જોવા મળશે તો,  21 દિવસ આઇસોલેટ રાખવા જોઈએ. જેથી બીજા સંપર્કમાં નહિ આવે અને ફેલાય નહિ.Published by:Kaushal Pancholi