ભાસ્કર વિશેષ:અમેરિકા, કેનેડા અને યુરોપીય દેશોમાં મીટલેસ મન્ડે તેમજ વીગન ફ્રાઈડે મિશનથી હવે લોકો માંસાહાર ઘટાડવા લાગ્યા
ખાણી-પીણી દ્વારા આરોગ્ય-પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ
અમેરિકા અને યુરોપીય દેશોમાં લોકો હવે માંસાહાર ઘટાડી રહ્યા છે. તેની પાછળના વિચારો એ છે કે સારા આરોગ્ય અને પર્યાવરણ માટે આ જરૂરી છે. લોકો હવે વિચારે છે કે તેમ ઓછું માંસ ખાશે તો જળવાયુ પરિવર્તનને રોકવામાં મદદ મળે છે.
એનઓઆરસી સેન્ટર ફોર પબ્લિક અફેયર્સ રિસર્ચના નવા સર્વેક્ષણમાં મોટા ભાગના અમેરિકી લોકોએ કહ્યું કે તે દર અઠવાડિયે ઘણી વખત માંસ ખાઈ છે. 64% એ કહ્યું કે તે ચિકન કે ટર્કી મીટ ખાઈ છે અને 43% ગૌમાંસ ખાઈ છે. સ્કૂલો, હોટલ અને રેસ્ટોરન્ટમાં હવે મીટલેસ મન્ડે અને વીગન ફ્રાઇડે અભિયાન લોકપ્રિય થઈ રહ્યું છે. જેનાથી લગભગ દરરોજ માંસ ખાનારા અમેરિકી અને યુરોપીય અઠવાડિયામાં બે દિવસ- સોમવાર અને શુક્રવારે માત્ર શાકાહાર લે છે. ખાવાપીવામાં આ બદલાવને નિષ્ણાત પર્યાવરણ અને આરોગ્ય માટેનો સારો સંકેત ગણાવે છે.
બ્રિટનમાં જળવાયુ વિજ્ઞાનીઓની ટીમે કહ્યું કે ખાવામાં માંસ પરની નિર્ભરતાને બદલવાની જરૂર છે. ખાસ કરીને અમીર દેશોમાં. આરોગ્યની નજરે અમેરિકા, કેનેડા અને બ્રિટન સહિત યુરોપિય દેશોમાં લોકો હજુ પણ જરૂર કરતાં વધુ માંસ ખાઈ રહ્યા છે. જેનાથી તેનામાં સ્થૂળતા, હ્રદય રોગ, સ્ટ્રોક અને અન્ય સમસ્યાઓથી પીડિત થવાનું જોખમ વધુ છે.
સર્વે અનુસાર અમેરિકનો આશરે દરરોજ 100 ગ્રામ માંસ ખાય છે. આ યૂએન ખાદ્ય અને કૃષિ સંગઠનના સૂચવ્યા મુજબના પૌષ્ટિક આહારથી લગભગ બમણું છે. જ્યારે વર્ષમાં કુલ 148 કિલો માંસ, 26 કિલો ચિકન, 29 કિલો રેડ મીટ અને આશરે 10 કિલો માછલી ખાવી જોઈએ.
માંસાહાર ઘટાડવા માટે નેધરલેન્ડમાં ટેક્સનો પ્રસ્તાવ
નેધરલેન્ડમાં કૃષિ મંત્રીએ માંસ પર ટેક્સ લગાવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જેના પર ચર્ચા ચાલી રહી છે. અમ્સ્ટર્ડમની બહાર હાર્લેમ શહેરમાં 2025થી સાર્વજનિક સ્થળે ‘ઔદ્યોગિક માંસ’ના વિજ્ઞાપન પર પ્રતિબંધ લગવાની તૈયારી છે. ત્યારે અમેરિકામાં 70% લોકોએ કહ્યું કે તે માંસાહાર પર ટેક્સનો વિરોધ કરશે.