દરિયાઈ જીવન પર વધતું જોખમ.

દરિયાઈ જીવન પર વધતું જોખમ.

દરિયાઈ જીવન પર વધતું જોખમ.

લેબેનોનમાં એક તળાવના કિનારે  40 ટન મૃત માછલીઓનો ખડકલો થયો, પાણીના પ્રદૂષણને લીધે ટપોટપ માછલીઓ મરી ગઈ.

  • રિવર ઓથોરિટીએ કહ્યું, આ અઠવાડિયે તળાવને કિનારે ભેગી થયેલી મૃત માછલીઓ ઝેરી અને વાઈરસવાળી હતી
  • માછીમારને ફિશિંગ ના કરવા કહ્યું

નદીનું કામ સાંભળતા કાર્યકરોએ જણાવ્યું કે આ જે મૃત માછલીઓ મળી આવી છે તે ઝેરી અને વાઈરસવાળી છે તેથી માછીમારોને માછલી પકડવાની મનાઈ કરી .આ તળાવ મિડલ ઈસ્ટ ના લેબેનોન દેશના કારોન નામના સુંદર ગામમાં આવેલું છે.આ તળાવની સુંદરતા ના કારણે ખુબ પ્રચલિત એવું આ ગામ આજે આ ઘટનાના લીધે ફરી ચર્ચા માં છે.તળાવમાં થયેલ પાણીના પ્રદૂષણે કારણે 40 ટન જેટલી માછલીઓ કિનારે મૃત મળી આવી હતી.અને તેને કારણે આજુબાજુના ગામમાં અત્યંત દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.

લેબનાન દેશની રાજધાની બેરુતથી આ ગામ 85 કિમી દૂર છે. આ તળાવ દેશની સૌથી મોટી નદી લીટાની નજીક આવેલું છે. વૉલન્ટીયર્સે માછલીઓ ભેગી કરી તેમની નિકાલની વ્યવસ્થા કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી એક્ટિવિસ્ટ વોટર પોલ્યુશન મામલે દેશને ચેતવી રહ્યા છે પણ હજુ સુધી કોઈ ગંભીર પગલા લેવાયા નથી.

આ મૃત માછલીઓ તળાવમાં કચરામાં લપેટાયેલી હતી. ખરાબ પાણીને લીધે આટલી બધી માછલીઓ એકસાથે મૃત પામી હતી. લોકલ એક્ટિવિસ્ટ અહમદ અસ્કરે કહ્યું, આ ઘટના થોડા દિવસ પહેલાં ધ્યાનમાં આવી છે. તળાવને કિનારે મૃત માછલીઓનો ઢગલો થઇ ગયો હતો. આ માછલીઓ એટલી બધી હતી કે તે જોઈ શકાય તેમ નહોતું. આ સ્થિતિ સ્વીકારવાલાયક નથી.

છેલ્લા થોડા દિવસમાં ઓછામાં ઓછી 40 ટન માછલીઓએ જીવ ગુમાવ્યા છે. અહમદ અને કારોનના માછીમારોને આ જોઇને ઘણું દુઃખ થયું છે. તેમણે લીટાની રિવર ઓથોરિટીને આ ઘટના પાછળનું કારણ જણાવવા અને કોઈને પણ તળાવમાં કચરો ના ફેંકવાના માટે કહ્યું છે.

રિવર ઓથોરિટીએ કહ્યું, આ અઠવાડિયે તળાવને કિનારે ભેગી થયેલી મૃત માછલીઓ ઝેરી અને વાઈરસવાળી હતી. પબ્લિક હેલ્થને ધ્યાનમાં રાખીને હાલ થોડા સમય માટે ફિશિંગ ના કરવાની વિનંતી કરીએ છીએ.

ગયા મહિને લેબનાનમાં અનેક વૉલન્ટીયર્સે અમુક બીચ પરથી અનેક ટન કચરો સાફ કર્યો હતો. દેશમાં ઘણીવાર પર્યાવરણવાદીએ આ કચરાને લીધે મરીન લાઈફ પર વધી રહેલા જોખમ વિશે ચેતવ્યા પણ છે.

વોટર પોલ્યુશન માત્ર લેબનાન જ નહીં પણ દુનિયાના અનેક દેશમાં વધી રહ્યું છે. આ પ્રદૂષણને રોકવા અને મરીન લાઈફને બચાવવા માટે કામ કરવાની જરૂર છે.

Source: https://divya-b.in/2SpqujvXTfb