વનસ્પતિ માંથી બનતો ખોરાકના કારણે કૅન્સર થવાનું જોખમ ઓછું થઇ જાય છે.
તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે વનસ્પતિજન્ય ખોરાક જેમકે ફળો ,શાકભાજી,છડ્યા વગરનું અનાજ વગેરે પોષણથી ભરપૂર છે.અને સંશોધનમાં એ સાબિત પણ થયુ છે કે આ બધું પ્રચુર માત્રામાં આરોગવાથી કેન્સરનું જોખમ ઘણું ઓછું થઇ જાય છે.
એક સમજૂતી…એક સમજણ પ્રમાણે વનસ્પતિ અથવા છોડ પોતે એવા રસાયણ ઉત્ત્પન્ન કરે છે જેના કારણે માનવ શરીરના કોષોને નુકશાન થતું અટકે છે.આ રસાયણોમાં એવા ઘણા તત્વો છે કે જેનાથી શરીરમાં થતા બળતરા પણ ઓછા થઇ જાય.
બીજી એક ખાસ બાબત એ છે કે વનસ્પતિ આધારિત ખોરાક રેસાયુક્ત હોવાના કારણે કેન્સર નું જોખમ ઘણું ઘટી જાય છે.યુવાન વયમાં જે મહિલાઓએ આ વધુ રેસાયુક્ત ખોરાક આરોગ્યો હોય તેમને આગળ જતા 25% જેટલું બ્રેસ્ટ કૅન્સરનું જોખમ ઘટે છે.બીજા એક સંશોધન મુજબ રોજના આહારમાં 10 % પણ જો રેસાયુક્ત ખોરાક લેવામાં આવે તો કોલોન કૅન્સર થવાની શક્યતાઓ ઘટી જાય છે.
સામાન્ય રીતે શાકાહારીઓ માં મેદસ્વીપણુ ઓછું હોય છે જે પણ કૅન્સર ના થવાનું મુખ્ય પરિબળ છે.