૫ વર્ષ સુધી પથારીવશ બાળકને જૈન તબીબે સાજો કરી દીધો ને મુસ્લિમ પિતાએ પોલ્ટ્રીફાર્મ બંધ કરી દીધુંSource: ભાસ્કર વિશેષ
રાજકોટ સિવિલ હોસ્પિટલ ના જૈન તબીબ ડો. મયુરી બેન સંઘવી (હોમિયોપથી ડૉ.) એ સતત 3 વરસ ની જહેમત પછી નાનકડા અરમાન ને સાજો સારો કરી દીધો , બદલા માં તેના પોલટ્રી ફાર્મ ધારક પિતા ને ફક્ત એક દિવસ પોલટ્રી બંધ રાખવા ની વિનંતી કરી, મુસ્લિમ બિરાદર પિતા પણ પોતાના વચન ના પાક્કા નીકળ્યા, તેમણે કાયમ માટે હિંસા ના ધંધા ને જ તિલાંજલિ આપી દીધી. ડો. મયુરી બેન તો એકાદ દિવસ પોલટ્રી બંધ રખાવી 200 – 300 મરઘાં ને જીવતદાન દેવા માંગતા હતા, પણ ઇબ્રાહિમ ભાઈ એ તો કાયમ માટે એ ધંધો જ બંધ કરી દીધો અને ડૉ. નું ઋણ ચૂકવ્યું એટલું જ નહીં પોતાનું વચન સવાયું કરી ને પાળ્યું….