2021 રહેશે સૌથી ગરમ વર્ષ

2021 રહેશે સૌથી ગરમ વર્ષ

2021 રહેશે સૌથી ગરમ વર્ષ

છેલ્લા થોડા વર્ષોમાં પર્યાવરણમાં 300 વર્ષની સરખામણીમાં 50% કાર્બનડાયોક્સાઇડ વધ્યો છે.જે 200વર્ષમાં માત્ર 25%જ વધ્યો હતો.

અમેરિકા અને બ્રિટનના સંશોધનકારોએ CO2 ડેટાના અભ્યાસ પછી એવું તારણ કાઢ્યું છે કે 18મી સદી ની સરખામણીમાં હવેના સમયમાં વાતાવરણમાં CO2નું  સ્તર દોઢ ગણું વધશે.
 

આ પ્રમાણે જો વાતાવરણમાં CO2 નું ઉત્સર્જન વધતું રહેશે તો 2021 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બની શકે છે.લગભગ 300 વર્ષ પહેલા થયેલી એટલેકે 18મી સદીમાં ઔધોગિક ક્રાંતિ પછી માનવસર્જિત  CO2નું સ્તર 50% વધુ થઇ જશે એટલેકે દોઢ ગણો વધી જશે.

અમેરિકા અને બ્રિટનના સંશોધનકારોએ હવાઈ  વિસ્તાર  અને ઠંડા પ્રદેશોનનું વિસ્તારોના CO2 ડેટાનું વિશ્લેષણ કર્યું છે.ત સર્વેક્ષણ પ્રમાણે  1750-1800માં CO2નું  સરેરાશ સ્તર 278 પાર્ટ્સ પ્રતિ મિલિયન (PPM) હોતો, જ્યારે માર્ચ 2021માં આપણા વાયુમંડળમાં CO2નું  સ્તર 417.14 PPM પર પહોંચ્યુ  હતું. નિષ્ણાતોનું અનુમાન છે કે મે સુધીમાં કાર્બન-ઉત્સર્જનનું પ્રમાણ હજુ વધશે, સાથે જ 2021માં એના સરેરાશ 419.5 PPM પર પહોંચી જશે.

આ એક નાટકીય પરિવર્તન જે છે તે  મનાવે સર્જેલા ઉલ્કાપિંડ સમાન છે.

વિષેશયજ્ઞો ના કહેવા પ્રમાણે 1760થી વાતાવરણમાં જે પ્રમાણે કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે તે આજે માર્ચ 2021 સુધીમાં તેનું સ્તર ખુબ જ વધી ગયું છે. લંડન યુનિવર્સિટીના પ્રોફેસર સાઈમન લુઇસે જણાવ્યું હતું કે વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડના પ્રમાણને 25% વધવામાં 200 વર્ષનો સમય લાગ્યો હતો, જ્યારે ઔદ્યોગિક ક્રાંતિના પહેલાંના સ્તરથી માત્ર 30 વર્ષમાં 50%થી ઉપર પહોંચી ગયો. છે.