
અહિંસા – નામરદાઈ માટે કોઈ આવરણ નથી સોર્સ :મો.ક. ગાંધી ( યંગ ઇંડિયા, ૧૨.૮.૧૯૨૬, પૃ. ૨૮૫ )
અહિંસા એ કાયરતા છુપાવવાનું ઢાંકણ નથી, એ તો વીરોનું ભૂષણ છે. અહિંસાપાલનમાં તલવાર ચલાવવા કરતાં ઘણી વધારે વીરતાની જરૂર છે. અહિંસા સાથે કાયરતાનો જરાયે મેળ ખાય એમ નથી. તલવાર ચલાવવામાં કુશળ માણસ અહિંસક બને એ…