PETA ની ભારતને ચેતવણી, ગેરકાયદેસર ચાલતા માંસના માર્કેટ બંધ કરો, ફેલાઇ શકે છે નવી મહામારી

PETA ની ભારતને ચેતવણી, ગેરકાયદેસર ચાલતા માંસના માર્કેટ બંધ કરો, ફેલાઇ શકે છે નવી મહામારી

PETA ની ભારતને ચેતવણી, ગેરકાયદેસર ચાલતા માંસના માર્કેટ બંધ કરો, ફેલાઇ શકે છે નવી મહામારી

દુનિયાભરમાં જાનવરો માટે કામ કરતી સંસ્થા પેટાએ કોરોના વાયરસને પગલે ભારત સરકારને ગેરકાયદેસર ચાલતા માંસના બજાર તાત્કાલિક બંધ કરવા માગ કરી છે. આ સાથે જ તેમણે આશંકા વ્યક્ત કરી છે જો આ ગેરકાયદેસર ચાલતા માંસના બજાર બંધ નહીં કરવામાં આવે તો ભારતમાં નવી મહામારી ફેલાઇ શકે છે.
દેશમાં ચાલી રહેલા ગેરકાયેદસર માંસના બજાર બંધ કરે
પેટાએ ભારતમાં ચાલી રહેલા માંસના બજારનો એક વિડિયો જારી કરી કહ્યું કે,‘દેશમાં ચાલી રહેલા આ ગેરકાયદેસર માંસના બંધ કરી દેવા જોઇએ.’ પેટાએ કહ્યું કે દેશના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના માંસના માર્કેટ ચાલી રહ્યાં છે. કુતરાઓની હત્યા કરી તેમનું માંસ વેચવામાં આવી રહ્યું છે જે વાઇલ્ડ લાઇફ પ્રિવેન્શન એક્ટ 1972, પ્રિવેન્શ ઓફ ક્રૂએલિટી ટૂ એનિમલ્સ એક્ટ 1960 અને ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ એક્ટ 2006નું સીધુ ઉલ્લંઘન છે.
ચીનમાં પણ માંસના બજારમાંથી ફેલાઇ કેટલીય બીમારીઓ
પેટાએ કહ્યું કે, દિલ્હી, પશ્ચિમ બંગાળ, નાગલેન્ડ અને મણિપુરમાં આ પ્રકારના બજાર ધમધમી રહ્યાં છે. આ સમયે કોરોના વાયરસની મહામારી ઝડપથી ફેલાઇ રહીં છે. ચીનના વુહાન શહેરમાં આવેલા માંસના બજારમાંથી જ કોવિડ-19નું સંક્રમણ માણસોમાં ફેલાયું હતું. કોવિડ-19 ઉપરાંત અન્ય કેટલીય બીમારી ભૂંડ અને અન્ય જીવોના કારણે ચીનમાં કેટલીયવાર બીમારીઓ ફેલાઇ ચુકી છે.
બની શકે છે નવો વાયરસ ભારતના કોઇ માંસના માર્કેટમાંથી ફેલાય શકે
પેટા ઇન્ડિયાની વેગર આઉટરીચ કોર્ડિનેટર ડૉ. કિરણ આહૂજા ભારત કહ્યું કે જો આ પ્રકારના ગંદકીભર્યા માંસના માર્કેટ ચાલતા રહ્યાં તો બની શકે છે નવો વાયરસ આ માર્કેટમાંથી ફેલાય શકે છે. ચીનમાં જંગલી પ્રાણીઓના માર્કેટમાંથી જ સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, સાર્સ અને હવે કોરોના જેવી બીમારી ફેલાઇ છે. આ બધાના કારણે છેવટે માણસને મુશ્કેલી વેઠવી પડે છે. માટે તાત્કાલિક અસરથી આ માર્કેટ બંધ કરવામાં આવે અને જીવોની હત્યા બંધ કરવામાં આવે.
પેટાએ સરકારના આ વિભાગને લખ્યો પત્ર
પેટા ગેરકાયદેસર માંસના બંધ કરવાની અપીલ કરતા ભારત સરકારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્ર્યાલય, પર્યાવરણ મંત્રાલય, એનિમલ હસબેંડરી, ડેરી અને માછલી પાલન વિભાગને પત્ર લખ્યો છે. જણાવ દઇએ કે તાજેતરમાં નાગાલેન્ડમાં સરકારે કોમર્સિયલ આયાત અને કુતરાના વેપાર પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. હવે કુતરાના બજારની સાથે-સાથે તેમના માંસ (કાચુ હોય કે પાકું)ના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે.