USની સ્કુલમાં બનતી શૂટિંગની ઘટનાઓ માટે હિંસક વીડિયો ગેમ જવાબદાર, ગેમ રમનારા 60% બાળકોને ગન ચલાવવાની ઈચ્છા
અમેરિકાના ટેક્સાસમાં મંગળવારે રોબ એલિમેન્ટ્રી સ્કુલમાં 18 વર્ષના યુવકે આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 19 સ્ટુડન્ટ્સ અને 2 ટીચરના મૃત્યુ થયા છે. આ ગોળીબાર પછી એક વખત ફરી અમેરિકામાં હિંસક વીડિયો ગેમ ચર્ચામાં છે. એક્સપર્ટ આ પ્રકારની હિંસક ફાયરિંગ માટે હિંસક વીડિયો ગેમને પણ જવાબદાર ગણે છે. ઘણા રિસર્ચમાં આ વાત બહાર પણ આવી છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જે બાળકોએ ગન વાયોલન્સ વાળી વીડિયો ગેમને જોઈ કે રમી હોય છે, તેમાંથી 60 ટકા બાળકો તાત્કાલિક ગન ચલાવવા માંગતા હતા.
2019માં અમેરિકાના રાષ્ટ્રપતિ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પણ ફાયરિંગની ઘટનાને નફરત અને હિંસક વીડિયો ગેમ સાથે જોડી હતી.
તો ચાલો જાણીએ શું અમેરિકામાં ફાયરિંગનું કારણ હિંસક વીડિયો ગેમ છે? હિંસક વીડિયો ગેમ અને ગોળીબારીને થયેલું રિસર્ચ શું કહે છે?
શું અમેરિકામાં ફાયરિંગની ઘટના પાછળ હિંસક વીડિયો ગેમ જ જવાબદાર હોય છે?
એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જે બાળકો વાયોલન્સવાળી વીડિયો ગેમ જોવે છે કે રમે છે, તેમનામાં ગન પકડવાની અને તેનું ટ્રિગર દબાવવાની વધુ ઈચ્છા હોય છે. JAMA નેટવર્ક ઓપનના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિસર્ચ દરમિયાન 200થી વધુ બાળકોમાંથી 50 ટકાને નોન વાયોલન્સ વીડિયો ગેમ અને કેટલાકને ગન વાયોલન્સ વાળી વીડિયો ગેમ રમવા માટે આપવામાં આવી હતી. થોડીવારમાં જ જે બાળકોએ વાયોલન્સ ગેમ રમી હતી તેવા 60 ટકા બાળકોએ તાત્કાલિક ગનને પકડી, જ્યારે નોન વાયોલન્સ ગેમ રમનારા માત્ર 44 ટકા બાળકોએ ગનને પકડી હતી.
રિસર્ચના કો-ઓથર અને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં કમ્યુનિકેનશનના પ્રોફેસર કહે છે કે નવા ફઈડિંગમાંથી આપણે બધાએ શીખવું જોઈએ. ખાસ કરીને ગન ઓનર્સે પોતાની ગનને સુરક્ષિત રીતે રાખવી જોઈએ.
અમેરિકાના સાઈકોલોજિકલ એસોસિએશન અને અમેરિકાની એકેડેમી ઓફ પીડિયાટ્રિક સલાહ આપી ચુક્યા છે કે બાળકો અને કિશોરોએ હિંસક વીડિયો ગેમ ન રમવી જોઈએ.
આ ઘટનાઓમાં ડાયરેક્ટ જ હિંસક વીડિયો ગેમનું કનેક્શન મળ્યું છે
2012: કનેક્ટિકટ સ્કુલમાં ગોળીબાર કરનાર સ્કુલમાં શૂટિંગ ગેમ રમતો હતો
અદમ લંજાએ 2012માં કનેક્ટિકટની એક સ્કુલમાં હુમલો કરીને 26 સ્કુલના બાળકો અને એક સ્કુલના કર્મચારીને ઠાર કર્યો હતો. તે ઘણા કલાકો સુધી વિશ્વની સૌથી હિંસક વીડિયો ગેમ રમતો હતો. તેમાં સ્કુલ શૂટિંગ નામની એક ગેમ પણ સામેલ હતી.
2018: ફ્લોરિડામાં હુમલો કરનાર 15 કલાક હિંસક વીડિયો ગેમ રમતો હતો
આ જ રીતે 2018માં ફ્લોરિડાની હાઈસ્કલ પર હુમલો કરનાર નિકોલસ ક્રૂજ પણ પ્રત્યેક દિવસે 15 કલાક વાયોસન્સ વીડિયો ગેમ રમતો હતો.
2009: જર્મનીમાં ગોળીબાર કરનારો પણ વીડિયો ગેમનો શોખીન
2009માં જર્મનીમાં એક છોકરાએ 16 લોકોની ગોળીમારીને હત્યા કરી હતી અને બધાને ગોળી માર્યા પછી તેણે પોતાને પણ ગોળીમારી હતી. મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર આ છોકરો પણ શૂટિંગવાળી વીડિયો ગેમ્સનો શોખીન હતો અને ઘણા કલાકો સુધી ટીવીની સ્ક્રીનની આગળ ગોળીઓ ચલાવવાની પ્રેક્ટિસના કારણે તેણે વાસ્તવિક જીંદગીમાં પણ આમ કર્યું હતું.
માનસિક તણાવ પણ એક મોટુ કારણ
1. નવેમ્બર 2018માં કેલિફોર્નિયામાં 12 લોકોને ફાયરિંગ કરીને ઠાર કરનાર ડેવિડ લોંગ વિશે એમ કહેવામાં આવે છે કે તેને માનસિક તણાવની સમસ્યા હતી.
2. 2018માં જ ઓહાયોના બારમાં 9 લોકોને ફાયરિંગ કરીને ઠાર કરનાર કોનોર બેટ્સ પણ હાઈસ્કુલ અભ્યાસ દરમિયાન કેટલીક ખતરનાક પ્રવૃતિઓ કરતો જોવા મળ્યો હતો.
ગન સરળતાથી ઉપલબ્ધ હોવી તે સૌથી મોટુ કારણ
સ્ટીફન પેડોકે 2017માં લાસ વેગસના એક કન્સર્ટ પર ગોળીબાર કરીને 58 લોકોના જીવ લીધા હતા. તે કોઈ માનસિક રોગી કે કોઈ વિચારધારાથી પ્રભાવિત નહોતો. આ સિવાય તે વીડિયો ગેમ પણ રમતો નહોતો. તેણે બે ડઝન હથિયારોનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો. તેમાં એઆર-15 જેવી અસોલ્ટ રાઈફલ પણ સામેલ હતી.
આ રીતે 2018માં પેનસિલ્વેનિયામાં 11 લોકોના જીવ લેનાર રોબર્ટ બોવર્સે હુમલા માટે ચાર ગનનો ઉપયોગ કર્યો હતો. તે લીગલી રીતે 21 ગનનો માલિક હતો. બેટ્સે પણ જે અસોલ્ટ રાઈફલથી હુમલો કર્યો હતો તેને તેણે ઓનલાઈન ખરીદી હતી. આ ગનમાં 100 ગોળીઓ વાળી ડ્રમ મેગેઝીન લગાવી શકાય છે.