“ પક્ષીઓને પકડવા માટે કરાતી શિકારીઓ દ્રારા ક્રૂર ક્રૂરતા “

“ પક્ષીઓને પકડવા માટે કરાતી શિકારીઓ દ્રારા ક્રૂર ક્રૂરતા “

“ પક્ષીઓને પકડવા માટે કરાતી શિકારીઓ દ્રારા ક્રૂર ક્રૂરતા “

By: Mr. અપૂર્વ આશર

શિકારીઑ દ્રારા વનવગડામાં મુક્તપણે વિહરતા પક્ષીઓને બંદીવાન બનાવવા માટે અનેક ક્રૂર રીતરસમો અજમાવવામાં આવે છે . ઘણા શિકારીઓ આજીવિકા મેળવવા માટે જંગલમાં જઈ ઝાડ ઉપર ચડી પક્ષીઓની બખોલો અને માળા તપાસે છે અને ગભરુ બચ્ચાઓને પોતના પંજામાં પકડી ટોપલીમાં મૂકી દે  છે. મોટાં પક્ષીઓને પકડવા તેઓ જાળનો કે પાંજરાનો ઉપયોગ કરે છે .આ પાંજરામાં પક્ષીઓને લલચાવવા તેમનો પ્રિય ખોરાક ગોઠવાવમાં આવ્યો હોય છે . ઘણા શિકારીઓ પક્ષીને પકડવા માટે ઝાડની ડાળીઑ ઉપર બર્ડ લાઈમ તરીકે ઓળખાતો ગુંદર જેવો ચીકણો પદાર્થ લગાડી દે  છે. આ ડાળી ઉપર પક્ષી ચીટકી જાય છે અને ઉડી શકતું નથી . આવી તો અનેક ક્રૂર પદ્ધતિઓ પક્ષીને પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે .  

                જેટલાં પક્ષીઑ નિકાસ માટે વિમાન કે સ્ટીમર દ્રારા મોકલવામાં આવે  છે તેના કરતાં કયાય વધુ પક્ષીઑ પકડતી વખતે કે પિંજરાંમાં જ મરણ પામે છે . શિકારીઓ જંગલમાં એક જગ્યાએ જાળ બિછાવી બીજા સ્થળે ચાલ્યા જાય છે . આ જાળમાં ક્યારેક સેકડો પક્ષીઓ સપડાઇ જાય છે,પણ શિકારીને તેને પકડવાનો સમય નથી હોતો . આ કારણે અડઘા પક્ષીઓ તો જાળમાં તરફડીને જ મરણને શરણ થાય છે. 

 

આરબ શેખો બાજ પક્ષીઓનો ઉપયોગ અનય પક્ષીઓને લડાવવામાં પણ કરે છે . આ મનોરંજન માટે લાખો પક્ષીઓનો ભોગ લેવાય છે .

Source: