બોર્ન ટુ સિંગ:ઓસ્ટ્રેલિયાના સંશોધકોનું રિસર્ચ, પક્ષીઓને જન્મ પહેલાં જ પેરેન્ટ્સ પાસેથી કલરવ કરવાની ટ્રેનિંગ મળે છે, ઈંડાંની અંદર રહીને જ ભ્રૂણ બોલતા શીખે છે

બોર્ન ટુ સિંગ:ઓસ્ટ્રેલિયાના સંશોધકોનું રિસર્ચ, પક્ષીઓને જન્મ પહેલાં જ પેરેન્ટ્સ પાસેથી કલરવ કરવાની ટ્રેનિંગ મળે છે, ઈંડાંની અંદર રહીને જ ભ્રૂણ બોલતા શીખે છે

બોર્ન ટુ સિંગ:ઓસ્ટ્રેલિયાના સંશોધકોનું રિસર્ચ, પક્ષીઓને જન્મ પહેલાં જ પેરેન્ટ્સ પાસેથી કલરવ કરવાની ટ્રેનિંગ મળે છે, ઈંડાંની અંદર રહીને જ ભ્રૂણ બોલતા શીખે છે

  • પેરેન્ટ્સનો અવાજ સાંભળતાની સાથે જ ભ્રૂણના ધબકારામાં ફેરફાર થાય છે
  • ભ્રૂણ તેમના પેરેન્ટ્સનો અવાજ સરળતાથી ઓળખી લે છે

પક્ષીઓ ઈંડાંમાં હોય છે ત્યારે જ તેમને કલબલાટ કરવાની ટ્રેનિંગ મળી જાય છે. ઈંડાંમાં હાજર ભ્ર્રૂણ તેમના પેરેન્ટ્સના અવાજને સાંભળી બોલવાનું શીખે છે. ઓસ્ટ્રેલિયાની ફ્લાઇડર્સ યુનિવર્સિટીના સંશોધકોએ તેમના રિસર્ચમાં આ દાવો કર્યો છે.

સંશોધકોએ કહ્યું, પક્ષીઓના ભ્રૂણમાં અવાજ ઓળખવાની અને શીખવાની ક્ષમતા હોય છે. ઘણા દિવસ સુધી ચાલેલા રિસર્ચમાં આ વાત સાબિત થઇ છે. તેમના હાર્ટરેટ પરથી ખબર પડી કે, જન્મ પહેલાં જ બચ્ચાઓને બોલવાની ટ્રેનિંગ મળી જાય છે.

આ વાતનું રિસર્ચ કેવી રીતે થયું?

  • પક્ષીઓની આ ટ્રેનિંગ સમજવા માટે વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો. પ્રયોગ દરમિયાન વૈજ્ઞાનિકોએ પક્ષીઓની 5 પ્રજાતિઓના 138 ઈંડાંને નજીકમાં રાખ્યા. ત્યાં 60 સેકન્ડ સુધી બીજા પક્ષીઓના અવાજની રેકોર્ડિંગ ચાલુ રાખ્યું.
  • આ અવાજ દરમિયાન પક્ષીઓમાં હાજર ભ્રૂણના ધબકારા ચેક કરવામાં આવ્યા. રિપોર્ટમાં ખબર પડી કે, પેરેન્ટ્સનો અવાજ સાંભળીને બચ્ચાંઓની હાર્ટબીટમાં ચેન્જ આવે છે.
  • સંશોધક ડૉ. કોલોમબેલ્લી નેગ્રેલે કહ્યું કે, રિસર્ચમાં ખબર પડી કે ઓડિયો રેકોર્ડિંગ સાંભળતી વખતે જે ભ્રૂણે સૌથી વધારે ધ્યાન આપ્યું તેના ધબકારા ઓછા થઇ ગયા. બીજી વાર ઓડિયો રેકોર્ડિંગ સાંભળી વખતે હાર્ટ રેટ મેન્ટેન થઇ ગયા.

ભ્રૂણ તેમના પેરેન્ટ્સનો અવાજ ઓળખે છે
ફ્લાઇડર્સ યુનિવર્સિટીની સંશોધક સોનિયા ક્લિનડોર્ફરે કહ્યું કે, ભ્રૂણ ઈંડાંમાંથી બહાર નીકળ્યા પહેલાં જ બોલતા અને પેરેન્ટ્સની વાતો સમજતા શીખી જાય છે. બચ્ચાં તેમના પેરેન્ટ્સના અવાજમાંથી કલરવ કરતા શીખે છે.

ભ્રૂણને નુકસાન પહોંચાડ્યા વગર આ પ્રયોગ કર્યો
રિસર્ચરે કહ્યું, એક્સપરિમેન્ટની ખાસ વાત એ છે કે, ભ્રૂણને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડયું નથી. આની પહેલાં થયેલા રિસર્ચમાં ઈંડાંમાંથી ભ્રૂણ બહાર નીકળ્યા પછી તેના હાર્ટ રેટ ચેક કરવામાં આવ્યા હતા. આ પ્રયોગમાં ભ્રૂણનું મૃત્યુ થયું હતું.