માનવજાત પોતાની સુરક્ષા માટે પશુંપંખીઓને, અરે પોતાના પાળેલા પ્રાણીઓને પણ મારી નાખતા અચકાતી નથી. સ્વાર્થ ની સીમા ક્યાં સુધી પોહોચે છે !
By: Mr. રમણલાલ ચી. શાહ
હોંગકોંગમાં એન્ફ્ઝુએંઝા ચાલુ નહોતો કે કોઈ માણસનું મૃત્યુ થયું નહોતું. પણ ફ્લૂનો વાયરસ દેખાયો હતો. અને એ મરઘાંઑ દ્રારા માણસમાં પ્રસરતો હોવાથી સાવચેતીનાં પગલાં તરીકે જ તંદુરસ્ત નિર્દોષ મરઘાંઓને મારી નાખવામાં આવ્યા .વેચાણ, કેન્દ્રોમાં,પોલ્ટ્રી ફાર્મ વગેરેમાંજ માણસો મોઢા લૂગડું બાંધી, હાથમાં મોજા પહેરી એક પછી એક મરધાને પાંજરામાંથી કાઢતા જાય અને પકડીને, ડોક મરડી નાખીને કચરા માટેના પ્લાસ્ટિકના મોટા કોથળામાં ફેકતા જાય. કોથળાઑ બંધાઇને કચરાની ટ્રકમાં ઠાલવતાં જાય.
પોતાનો વારો આવે ત્યારે મરઘાં અઘાપાછા થવાનો પ્રયત્ન કરે. ચીસાચીસ કરે એવા દ્રશ્યો આપણાં જેવા જોનારને કમકમા ઉપજાવે એવાં હોય . છતાં મારનારાના પેટનું પાણી પણ હાલતું નથી . મારી નાખવામાં આવેલા આ મરઘાંઓની સંખ્યા કેટલી ? અઘઘ , સાડા બાર લાખ કરતાં વધુ છે . થોડા વખત પહેલા બ્રિટનમાં ગાયોને ગાંડી બનાવી દે એવાં મેડકાઉ રોગચાળો પ્રસર્યો હતો. કતલખાનાના માંસાહારી કચરામાથી બનાવેલી વાનગીઓ શાકાહારી ગાયોને ખવડાવવાને લીધે ગાયોમાં ગાંડપણની આ બીમારી થઈ હતી આવું પણ અનુમાન થાય છે . એ જે હોય તે . બે ચાર ટકા ગાયોમાં આ બીમારી જણાતા , ઇનો ચેપ માણસને ન લાગે માટે બધી જ ગાયોને ઍટલે કે સવા બાર કરોડ જેટલી ગાયો ને બ્રિટનમાં ત્યારે થોડા દિવસમાં મારી નાખવામાં આવી હતી. યુરોપનાં જર્મની તથા બીજા કેટલાક દેશોમાં મેડ – કાઉ જેવી , મેડ – શીપની બીમારી કેટલાક ઘેટાંઓમાં જોવા મળી હતી . એ વખતે એ કેટલાક ઘેટાંઓને મારી નાખવામાં આવ્યા હતા .