વૈજ્ઞાનિક સાધનો વધતાં જાય છે તેમ તેમ સુષ્ટિ ઉપર પશુપક્ષીઓના સંહારનું પ્રમાણ વઘતું જાય છે.
By: Mr. રમણલાલ ચી. શાહ
બે ચાર કે પાંચ પંદર માદા પશુઓને કારણે બીજા લાખો નીરોગી પશુઓને મારવાનું અટકાવી ન શકાય ? એ દિશામાં આરોગ્યવિષયક સંશોધન ન કરવા જોઈએ ? જીવદયાપ્રેમીઓ અને એવી સંસ્થાઓએ પોતાનો સૂર જાહેરમાં વ્યકત કરવો જોઈએ .અહિંસક શાંત સામુદાયિક જાહેર વિરોધ, વિવિધ રીતે જો અભિવ્યક્ત થાય અને તે દેશોના એલચીખાતા સમક્ષ રજૂઆત થાય તો એની નોધ તો જરૂર લેવાય. તેઓ જો જાણે કે દુનિયામાં કેટલાક સમુદાય એવા છે કે જે આવા સામુદાયિક સંહાર સાથે સહમત નથી અને એમની લાગણી દુભાય છે . તો એટલી સભાનતા પણ ભવિષ્યમાં થોડું સારું પરિણામ લાવી શકે . અલબત એટલું તો નિશ્ચિત છે કે માનવજાત પોતાના જે કઈ અપક્ર્ત્યો દ્રારા પ્રકર્તિમાં ખલેલ પહોચાડે છે એના પરિણામ અનેક પ્રકારે પણ ભોગવવાના આવે જ છે . સમગ્ર વિશ્વરચના એવી છે કે જેમાં હિસાબ ચૂકતે થાય જ છે
હાલ આપણી પાસે મૂંગા , નિર્દોષ પ્રાણીઓ માટે અંતરમાં દયા અને પ્રભુને પ્રાર્થના એ જ પ્રયાસ