ગ્રામજનોએ મૂર્તિ પ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કીડિયારું પૂર્યુ

ગ્રામજનોએ મૂર્તિ પ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કીડિયારું પૂર્યુ

ગ્રામજનોએ મૂર્તિ પ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કીડિયારું પૂર્યુ

અમરેલી પાસેના વડીયા તાલુકાના સુર્યપ્રતપગઢ ગામે ગ્રામજનો દ્વારા મૂર્તિપ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કિડીયારું પૂરી ઉમદા કાર્ય કરાયું છે. કિડીઓ માટેનું ભોજન ભરવામાં આવ્યું હતું. જેમાં લોટ, ગોળ, ખાંડ, તલ, ઘી તેમજ સિંગદાણા સહિતની સામગ્રી ભરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે, સમગ્ર ગ્રામજનો દ્વારા ડીજેના તાલ સાથે અને વાજતે ગાજતે કિડીયારૂ પુરવામા આવ્યુ હતું.

જીવદયાનો સંદેશ:

સુર્યપ્રતાપગઢ ગામની મહિલાઓ દ્વારા કીડીઓ માટેનું ભોજન તૈયાર થયા બાદ આ તમામ શ્રીફળ ગામની શેરીઓમાં તેમજ ગામની આસપાસમાં મૂકવાનું આયોજન પણ ભવ્ય રીતે કરવામાં આવ્યુ હતું. સમગ્ર ગ્રામજનો દ્વારા ડીજેના તાલ સાથે અને વાજતે ગાજતે કીડીયારૂ પુરવામા આવ્યુ હતું. 1100 જગ્યા પર કીડીઓ માટે ભોજન મુકવામાં આવ્યા.

આ સમગ્ર પ્રક્રિયા મહિલાઓ દ્વારા જ કરવામાં આવી હતી. ” પૃથ્વી પરના તમામ નાના જીવો માટે લોકોમાં જીવદયાનો સંદેશ આપવા માટે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે”

Read more at: https://www.etvbharat.com/gujarati/gujarat/state/amreli/villagers-of-suryapratapgarh-village-of-vadiya-taluka-did-a-noble-work-by-filling-1100-coconuts-with-pulses-during-mutipratishtha/gj20230508120245583583621