રિસર્ચ:નોનવેજ ખાતા લોકોની સરખામણી શાકાહારી લોકોમાં કેન્સરનું જોખમ 14% ઓછું
દુનિયાના ઘણા ડોકટરો અને હેલ્થ એક્સપર્ટ્સ વેજિટેરિયન ડાયટ એટલે કે શાકાહારી ભોજનને સમર્થન આપે છે. ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ માંસાહારી ખોરાક છોડીને પણ શાકાહારી થઇ ગયા છે. શાકાહારી રહેવાથી શરીરમાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ સામાન્ય રહે છે. શાકાહારી ડાયટથી હાઇપરટેંશન, સ્થૂળતા અને ટાઇપ-2 ડાયાબિટીસ સહિત અનેક બીમારીઓ દૂર રહે છે.
વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડ, કેન્સર રિસર્ચ UKને ઓક્સફોર્ડ પોપ્યુલેશન હેલ્થ દ્વારા એક રીસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં શાકાહારીઓ અને માંસાહારી લોકોમેં કેન્સરના જોખમની તુલના કરવામાં આવી હતી. આ રિસર્ચનો રિપોર્ટ BMC મેડિકલ જર્નલમાં પબ્લિશ કરવામાં આવ્યો હતો.
4 લાખ 72 હજાર લોકો પર કરવામાં આવ્યું સંશોધન
આ રિસર્ચમાં 4 લાખ 72 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. રિસર્ચમાં સામેલ લોકોનો ડાયટનો ડેટા યુકે બાયોબેંકમાંથી લેવામાં આવ્યો હતો. માંસ અને માછલી ખાનારા લોકોને અલગ-અલગ વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા. આ લોકોની ડાયટ પેટર્ન 11.4 વર્ષ સુધી ફોલો કરવામાં આવી હતી.
પહેલા ગ્રુપમાં તે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેમ લોકો અઠવાડિયાંમાં 5 દિવસ નોન-વેજ ખાતા હતા. આ લોકો રેડ મીટથી લઈને ચિકન સુધી, બધા જ પ્રકારનું નોનવેજ ખાતા હતા. બીજા ગ્રુપમાં એ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જે લોકો અઠવાડિયાંમાં 5થી ઓછા દિવસ નોનવેજ ખાતા હતા. ત્રીજા ગ્રુપમાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતું આજે લોકો ફક્ત માછલીઓ ખાતા હતા.ચોથા અને છેલ્લા ગ્રુપમાં એ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જે લોકોએ ક્યારે પણ નોનવેજ ખાધું નથી.
નોનવેજ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક
વૈજ્ઞાનિકોને આ સંશોધન પરથી ખબર પડી હતી કે, જે લોકો દરરોજ નોનવેજ ખાઈ છે તેની સરખામણીમાં ઓછું નોનવેજ ખાતા લોકોમાં કેન્સરનું જોખમ 2% ઘટીજાય છે.તો માછલી ખાતાં લોકોમાં આ જોખમ 10% અને શાકાહારી લોકોમાં આ જોખમ 14% ઓછું થાય છે.
આવો જાણીએ આ એક્સપર્ટ શું કહે છે?
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, ડૉ. અયાન બસુએ જણાવ્યું હતું કે, શાકાહારી આહાર કોલોરેક્ટલ કેન્સરનું જોખમ 22% ઘટાડે છે. આ ઉપરાંત તે કોઈપણ કેન્સર થવાનું જોખમ 10 થી 12% ઘટાડે છે. તેથી, સારા સ્વાસ્થ્ય માટે શાકાહારી ડાયટ બેસ્ટ માનવામાં આવે છે.
FSSAI પણ પ્લાન્ટ આધારિત બેસ્ટ ડાયટને સપોર્ટ કરે છે
ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પણ થોડા સમય પહેલા એક ફોટો ટ્વીટ કરીને શાકાહારી ખાવાના ફાયદા વિશે માહિતી આપી હતી.