મરઘાં ખાનાર લોકો હવે માત્ર એટલું સમજે કે જેમ તેમને મરવાનો ભય સતાવે છે કે જીવ વહાલો લાગે છે તેમ જ વિશ્વમાં દરેક જીવોને જીવન જીવવું ગમે છે મૃત્યુ કોઈને પણ ગમતું નથી.
ચીન કોરિયા વિયેતનામ જેવા દેશોમાં બર્ડ ફલૂ વાઇરસ ના કારણે ઘણા મણસોના મોત થયા છે તેથી તેઓમાં મોતનો ભય એવો ફેલાઈ ગયો હતો કે પોતાના જીવ માટે પણ મરઘાં ખાવાનું છોડી દીધું .જે કામ મોટા મોટા સંતો ના કરી શક્યાં તે આ રોગ નો ભય કરી રહ્યો છે.ઉત્તર ધ્રુવના પ્રદેશોમાં જેમ મેડ કાઉ નો રોગ થયો હતો એવી રીતે માછલીઓમાં પણ પારો આને સીસું જેવી હાનિકારક ધાતુઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે.